જામનગરમાં ફરી મોટા પાયે વીજચેકીંગ: 22 લાખની વિજચોરી ઝડપાઇ

0
1968

જામનગરમાં ફરી મોટા પાયે વીજચેકીંગ: 22 લાખની ચોરી ઝડપાઇ

  • રામેશ્વરનગર- વિનાયક પાર્ક- ગુલાબનગર- હાપા કોલોની સહિતના વિસ્તારમાં ચેકીંગ ટુકડી ત્રાટકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ એપ્રિલ ૨૩ : જામનગર શહેર અને જિલ્લામાં ફરી એક વખત મોટા પાયેે વીજ ચેકીંગ હાથ ધરાયું છે.જેમાં શહેરના રામેશ્વર નગર, વિનાયક પાર્ક, ગુલાબ નગર, હાપારોડ સહિતના વિસ્તારોમાં 30 જેટલી ચેકિંગ ટુકડીઓને ઉતારી દઇ મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા આજે એક મહિનાના વિરામ પછી શહેરી વિસ્તારમાં ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને જામનગરના પટેલ કોલોની સબ ડિવિઝન, દરબારગઢ સબ ડિવિઝન, અને હાપા સબ ડિવિઝન હેઠળની 30 જેટલી ટિમો ને ઉતારવામાં આવી હતી.

જેના માટે 16 એસઆરપીના જવાનો, 21 લોકલ પોલીસ અને ત્રણ વિડીયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી. આજે વહેલી સવારથી જામનગરના રામેશ્વર નગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી સહિતના એરિયામાં મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના ગુલાબ નગર, રામવાડી, રવિ પાર્ક અને હાપા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વિજચોરોમાં ભારે ફફડાટ મચી ગયો છે.