જામનગરના ચેલામાં મુંબઈના મહાજનની ૪૮ વિધા જમીન હડપ કરનારા મેર પિતા પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ

0
5690

મુંબઈના મહાજને વાવેતર માટે આપેલ ૪૮ વિધા જમીનમાં ત્રીસ વર્ષથી કબ્જો જમાવી બેઠેલા પિતા પુત્રો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ

  • આરોપી: (૧) સામતભાઈ જીવાભાઈ મેર (૨) કેશુભાઈ સામતભાઈ મેર (૩) ભીખાભાઈ સામતભાઈ મેર રહે. બધા ચંગા વાડી વિસ્તાર તા.જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ નવેમ્બર ૨૨ જામનગરના ચેલામાં મુબઈના મહાજનની ખેતીની જમીનમાં ત્રીસ વર્ષથી કબજો જમાવી બેઠેલા મેર પિતા પુત્રો સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગરના ચેલા ગામના અને હાલ ૫૧૯/૨૧, શીવ સૃષ્ટી સોસાયટી ચારકોપ સેક્ટર-૫, કાદીવલી વેસ્ટ મુંબઈ રહેતા નિલેશભાઈ ભીમજીભાઈ ગોસરાણી (શાહ) નામના આસામીની સંયુકત ખેતીની જમીન ચંગા ગામ જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૪ નવા સર્વે નંબર-૪૬૫ ની જેનુ ક્ષેત્રફળ ૩-૦૧-૨૭ હે.આરે.ચોમી. વાળી તથા ચંગા ગામના જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૧ નવા સર્વે નંબર-૪૭૫ ની જેનુ ક્ષેત્રફળ ૧-૮૪-૪૪ હે.આરે.ચોમી. વાળી તથા ચંગા ગામના જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૧ નવા સર્વે નંબર-૪૭૬ ની જેનુ ક્ષેત્રફળ ૩-૦૦-૨૧ હે.આરે.ચોમી. વાળી કુલ ૪૮ વીધા ખેતીની જમીન આવેલી છે. આ જમીન વાવેતર કરવા માટે ચેલાના પિતા પુત્રોને આપી હતી આ જમીનમા તેઓએ રહેણાંક તથા માલઢોર રાખી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હતી જમીન ખાલી કરવા માટે જમીનના માલિકે અનેક વાર રજુઆત કરી છતાં જમીન ખાલી ન કરતા અને આરોપીઓએ જમીન પચાવી પાડવાના ઇરાદાથી કબ્જો ચાલુ રાખ્યો હતો

અંતે નિલેશભાઈ ગોસરાણી નામના આધેડે જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતીએ અરજીની તપાસ અને પુરાવા એકત્રીત કરી જીલ્લા કલેકટર કચેરીના હુકમ નંબર- જમન-૧/લેન્ડ ગ્રેબીંગ અરજી રજી.નં/૩૫૭/૩૫૮/૨૦૨૨ તા.૨૮/૧૦/૨૦૨૨ થી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ  ફરીયાદ દાખલ કરાવવા નીયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરેલ જેથી ગ્રામ્ય Dysp ડીપી વાઘેલા દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનીયમ-૨૦૨૦ની કલમ ૪ (૩), ૫ (ગ) તથા IPC કલમ-૧૧૪ મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.