જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં મકાન પચાવી પાડવા સબબ બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમકાન માલિક દ્વારા મામલો કલેકટર સમક્ષ લઇ જવાયા પછી ચાર વર્ષથી મકાનનો કબજો કરીને બેઠેલા બે ભાઈઓ સામે ગુનો નોંધાયો
ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે ફરિયાદની ઊંડાણપૂર્વક ની તપાસ કરવાનો આદેશ
ફરિયાદી: કલ્પેશભાઈ કિશોરચંદ્ર મહેતા (મુળ જામનગર, હાલ,જુનાગઢ)આરોપી: (1) ધર્મેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે ભુરાભાઈ હકાભાઈ દાઉદિયા (ર) કમલેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે બંસીભાઈ હકાભાઇ દાઉદીયા.
દેશ દેવી ન્યુઝ જામનગર 10 . મૂળ જામનગર ના વતની અને હાલ જૂનાગઢમાં રહેવા ચાલ્યા ગયેલા કલ્પેશભાઈ કિશોરચંદ્ર મહેતા કે જેઓનું આણદાબાવા ચકલા વિસ્તારમાં પગલા શેરીમાં આસ્થા નામનું મકાન આવેલું છે, જે મકાન માં છેલ્લા ચારેક વર્ષથી ધર્મેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે ભુરાભાઈ હકાભાઈ દાઉદિયા, અને તેના ભાઈ કમલેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે બંસીભાઈ હકાભાઇ દાઉદીયા કે જેઓ ભાડેથી રહે છે. ઉપરોક્ત મકાન ખાલી કરતા ન હોવાથી ફરિયાદી કલ્પેશભાઈ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી ને જિલ્લા પોલીસ વડા સમક્ષ તપાસ માટે મોકલવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ કરવાનો આદેશ કરાયો હતોજેથી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ મહાવીરસિંહ જે. જલુ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરાયા પછી આખરે બંને ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે કલ્પેશભાઈ મહેતાની ફરિયાદના આધારે ધર્મેશ દાઉદીયા અને કમલેશ દાઉડીયા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધયક 2020 ની કલમ 4(1), 4 (2), 4 (3), તથા કલમ 5(સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઉપરોક્ત મકાન બાબતે અગાઉ પણ બે વર્ષ પહેલાં ફરિયાદ થઇ ચૂકી છે. જોકે તેમાં ચેક રિટર્ન મામલે અન્ય બે આરોપીઓ સામે મકાનનો કબજો કરી લેવા અંગેની ફરિયાદ કરી હતી. જે સમગ્ર મામલે ઇન્ચાર્જ ડી.એસ.પી. પાંડેયેના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચલાવાઈ રહી છે.