લાલપુરમાં કોર્ટમાં કેસ કર્યા બાબતનો ખાર રાખી ખાનગી કંપનીના કર્મચારીને ધમકી : રીંઝપરના બે શખ્સ સામે ફરિયાદ

0
1262

લાલપુરમાં કોર્ટમાં કેસ કર્યા બાબતનો ખાર રાખી ખાનગી કંપનીના કર્મચારીને ધમકી: રીંઝપરના બે શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૪. લાલપુર પોલીસ સ્ટેશનમાં માઈકલ વેનીશ રાજન વીનસ્ટન આરસીનાડાર ઉ.વ.30, રે. જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુરમાં આરોપીઓ નારણભાઈ તથા નાથાભાઈ વિરૂઘ્ધ ફરીયાદી માઈકલ ની કંપનીના કર્મચારીએ અગાવ લાલપુર પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં.637/2021 આઈ.પી.સી.કલમ 323 વિગેરે મુજબનો ગુનો દાખલ કરાવેલ હોય

જે ગુનામાં ફરીયાદી સાહેદ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદીને કેસ પાછો ખેંચી લેવા બાબતે અવાર નવાર અનેક સ્થળે ફરીયાદી માઈકલને આરોપીઓ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપતા ફરીયાદીએ ફો.કે.નં.1373/2021 કેસ નંબરની જુબાની આપવા જતા નામદાર કોર્ટમાં રજુઆત કરતા નામદાર કોર્ટ એ ફરીયાદી માઈકલની ફરીયાદ લેવા અંગે આજરોજ તા.23-11-2021 ના ફો.કે.નં.1373/2021 નંબરથી લેખીત હુકમ કરતા આરોપીઓએ ફરીયાદી ને અવાર નવાર ભાંગી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.