કાલાવડ હાઇ-વે પર જગ્ગા નજીક ટ્રકે ઠોકર મારતાં ટ્રેકટરમાં બેસેલા શ્રમિકો ઘવાયા

0
908

કાલાવડ હાઇ-વે પર જગ્ગા નજીક ટ્રકે ઠોકર મારતાં ટ્રેકટરમાં બેસેલા શ્રમિકો ઘવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૯ ડિસેમ્બર ૨૨ કાલાવડ ધોરીમાર્ગ પર જગ્ગા ગામ નજીક ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટરમાં એક ડઝન જેટલા શ્રમિકો ઘાયલ થઇ જતાં સારવાર માટે જામાનગરની જી.જી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા જગ્ગા ગામ નજીકથી શ્રમિકોને લઇને જતાં ટ્રેકટરને આજે સવારે પુરઝડપે બેફિકરાઇથી આવતાં ટ્રકે ઠોકર મારતાં અકસ્માતમાં ટ્રેકટર રોડ પરથી ઉતરી ગયું હતું.

આ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર મધ્યપ્રદેશના રાજગઢ ગામના વિરસિંહ દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 18), અજય સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 12), સનુબેન પશુભાઇ ભાબરીયા (ઉ.વર્ષ 40), ચંપાબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 15), આરતી સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 10), મીરબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 40), સોના બાપુભાઇ ગુંડિયા (ઉ.વર્ષ 16) સહિત એક ડઝનથી વધુ શ્રમિકોને ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જી.જી. હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોને તાકીદની સારવાર અપાઈ છે. આ અકસ્માતના બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને સમગ્ર બનાવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે. સદભાગ્યે કોઈને મોટી ઇજા થઈ ન હોવાથી હાશકારો અનુભવાયો છે.