જામનગરની જી.જી હોસ્પિટલમાં ‘લેબ ટેકનિશિયન’ ને રેસીડન્ટ ડોક્ટરોએ ઢીંબી નાખ્યો

0
4623

જામનગરની જી.જી હોસ્પિટલમાં સેમ્પલ ચકાસણીના મુદે લેબ ટેકનિશિયનને ઢીબી નાખ્યો.!

  • જી.જી.માં લેબ ટેકનિશિયનને તબીબોએ બેફામ માર માર્યો:ઉચ્ચ તબીબોની દરમિયાનગીરીથી મામલો થાળે
  • લેબ ટેકનિશિયને મુંઢ માર માર્યો હોવાથી સારવાર લીધી, રેસીડેન્સને માથામાં ઇજા થઇ હોવાનું મનાઈ રહયું છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૩ નવેમ્બર ૨૩ જામનગરની જી.જી હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી વિભાગ લેબમાં સેમ્પલ ચકાસણી બાબતે લેબ ટેકનિશિયન અને રેસીડન્ટ ડોકટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને લેબ વિભાગમાં ખુરશીઓ ઉડી હતી જેમાં રેસીડન્ટ ડોક્ટરોના ટોળાએ ટેકનિશિયનને ઢીંબી નાખ્યામા ઘટના સામે આવતા ભાર ખળભળાટ મચી જવા પામી છે.જામનગરની જી.જી હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગના લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા યુવાનને રેસીડન્ટ તબીબોએ બેફામ માર મારતા ભારે ખળભળાટ મચી ગયો છે. લેબોરેટરીમાં સેમ્પલ ચકાસણી મુદે ઓર્થોપેડીક વિભાગના રેસીડન્ટ ડોકટરો લેબ ટેકનિશિયન પર રીતસર તૂટી પડયા હતા અને માર માર્યો હતો. ત્યારે સતાધીશો આ પ્રકરણને ભીનું સંકેલવા ઉંધામાથે કામે લાગ્યા છે.જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ હમેશને માટે કોઈના કોઈ કારણેસર વિવાદમાં રહે છે.આ સ્થિતિમાં જી.જી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનને રેસીડેન્ટ તબીબોએ બેફામ માર મારતા હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચાકડે ચડી છે. જી.જી.હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ટેકનિશિયન કર્મચારી પર મંગળવારે અર્ધી રાત્રીના ઓર્થોપેડીક વિભાગના રેસીડન્ટ તબીબો એક સાથે યુવાન પર તૂટી પડયા હતા અને ઢોર માર માર્યો હતો. ઓર્થોપેડીક વિભાગમાંથી લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ અન્ય સેમ્પલની ચકાસણી ચાલી રહી હોય મોકલાવેલા સેમ્પલની ચકાસણી એક સમયે શકય ન હતી. આ બાબતના કારણે ઉશ્કેરાઇ જઇને ઓર્થોપેડીક વિભાગના તબીબોએ લેબ ટેકનિશિયનને બેફામ માર માર્યો હતો. આ બનાવથી હોસ્પિટલમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ પ્રકરણને ભીનું સંકેલવા અને તેમાં કોઇ ફરિયાદ કે અન્ય કોઇ પગલાં ન લેવાય તે માટે હોસ્પિટલના સતાધીશો ઉંધા માથે કામે લાગ્યા છે.