Home Gujarat Jamnagar જામનગરના જોગવડ ખાતે યોજાયેલ ક્ષત્રિયોના શસ્ત્ર પૂજનમાં ક્ષત્રિયાણીઓ જોડાઈ નવી કેડી કંડારી

જામનગરના જોગવડ ખાતે યોજાયેલ ક્ષત્રિયોના શસ્ત્ર પૂજનમાં ક્ષત્રિયાણીઓ જોડાઈ નવી કેડી કંડારી

0

જામનગરના  જોગવડ ખાતે 3 હજારથી વધુ ક્ષત્રિયોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું

  • આ વર્ષે ક્ષત્રિય બહેનોએ પણ બહોળી સંખ્યામાં શસ્ત્ર પૂજનમાં જોડાઈ એક નવીન કેડી કંડારી

દેશ દેવી ન્યૂઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૪ જામનગરના જોગવડમાં ક્ષત્રિય રાજપૂત સમાજ જામનગર દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણ હજારથી વધુ ક્ષત્રિય યુવાનોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું. દર વર્ષે જોગવડ ખાતે માં આશાપુરાના સાનિધ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે.જેમાં દશેરાના પાવન પર્વે 3 હજારથી વધુ ભાઈઓએ ઉપસ્થિત રહી ક્ષત્રિય પરંપરાનું વહન કર્યું હતું.

આ વર્ષે આ પરંપરાને આગળ વધારતાં બહેનો પણ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને એક નવી કેડી કંડારી હતી.કાર્યક્રમમાં આ વર્ષે ક્ષત્રિયોએ માત્ર પરંપરાગત શસ્ત્રોનું જ નહીં પરંતુ આજના આધુનિક શસ્ત્રો એવાં લેપટોપ, ભારતીય સંવિધાન, બોલપેન તેમજ આધુનિક ઉપકરણોનું પણ પૂજન કર્યું હતું.જોગવડમાં આશાપુરા માતાજીના મંદિરે શસ્ત્ર પૂજનના કાર્યક્રમ સાથે સમાજના આગેવાનો વગેરેએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ ભોજન સાથે ઉપસ્થિત સૌએ સંતો મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.કાર્યક્રમમાં ક્ષત્રિય ભાઈઓ બહેનોની સ્વયં શિસ્તતા પણ ઉડીને આંખે વળગે એવી રહી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન દોલુભા એમ.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version