જામનગરમાં ક્રોંગેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ : જુવો Video.. દિગુભા 307

0
4666

કલેકટર કચેરીના પટાંગણમાં પેટ્રોલ છાંટી લેતા અફડાતફડીના દ્રશ્યો સર્જાયા

  • મુખ્યમંત્રીની બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ 
  • આરોપી :- ( ૧ ) વીરેન્દ્રસીહ ઉર્ફે દીગુભા ટેમુભા જાડેજા જામનગર શહેર ક્રોગ્રેસ પ્રમુખ ( ર ) પાર્થ પટેલ – કોંગ્રેસ કાર્યકર વિરૂદ્ધ ગુનો દાખલ: કાર્યકરોમાં રોષ..
  • જામનગર શહેરમાં લમ્પી વાયરસની કામગીરીમાં ઢીલી નીતિનો આક્ષેપ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૦૭ ઓગસ્ટ ૨૨ જામનગરમાં મુખ્યમંત્રીની બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે કલેકટર કચેરીના પટાંગણમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. તેમણે શહે૨માં લમ્પી વાયરસની કામગીરીમાં ઢીલી નીતિનો આક્ષેપ કરી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું . જામનગરમાં શનિવારે લમ્પી વાયરસની સમીક્ષા અર્થે આવેલા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલેકટર કચેરીમાં બીજા માળે ચાલી રહેલી બેઠક દરમિયાન જામનગર શહેરકોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કચેરીના પટાંગણમાં કારમાં ધસી આવ્યા હતાં . જયાં તેને પોતાની ક્રેટા કારમાંથી પેટ્રોલનું ડબલુ કાઢી માથા પર રેડી દીધા પછી આત્મવિલોપનનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો . આથી પોલીસે દિગુભા તથા સાથેના શહેર કોંગ્રેસના મહામંત્રીની અટકાયત કરી લીધી હતી . લમ્પી વાયરસમાં ઢીલી કામગીરી સામે રોષ વ્યકત કરી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યાનું કોંગી પ્રમુખે જણાવ્યું હતું. જેથી પોલીસ હરક્તમાં આવી અને બંને આગેવાનોની અટકાયત કરી તેની વિરુદ્ધ IPC ક્લમ -૩૦૭, ૩૩૨,૧૮૬ ,૧૧૪ મુજબ હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ક્રેટા કાર અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યોં છે. હાલમાં આ મુદાને લઈ ગુજરાતભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે.