જામનગરની શાળામાં વીજ ઇજનેરોનાં સંગઠન દ્વારા કીટ વિતરણ

0
1919

જામનગરમાં ભીમવાસમાં પ્રાથમિક શાળામાં હાલાર ના બન્ને જિલ્લાના વીજ ઇજનેરોનાં સંગઠન દ્વારા કીટ વિતરણ

  • શાળામાં અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને વીજ સુરક્ષાલક્ષી સમજણ આપી કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુ આરી ૨૪, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પીજીવીસીએલનાં એન્જીનીયરનાં સંગઠન ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ એન્જીનીયર્સ એસોસિએશન દ્વારા ભીમવાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં ૪૨ માં ૩૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા બુક્સ અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પેમ્પ્લેટ્સ વિતરણ વડે બાળકોમાં વીજ સુરક્ષા અંગે સમજણ આપી કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આયોજક એ.એમ. સોઢીયા (ધ્રોલ કચેરી ઇજનેર), સંદીપ અરોરા (રૂરલ વિભાગ ઇજનેર) તથા અજય પરમાર, (નાયબ ઇજનેર, સે.ઝોન) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભેંસદડીયા સાથે સંકલન સાધી શાળાનાં શિક્ષકોની સહાયથી કાર્યક્રમને સાકાર કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર , એચ. ડી.વ્યાસ, એન.એફ.દોશી, .કાપડીયા, તથા રાબડીયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં આમંત્રિત સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો.