ખીજડીયા બાયપાસે ” શ્રીરામ પેટ્રોલિયમ” માં પેટ્રોલ પુરાવી કારચાલક પલાયન : ૩ સામે ફરીયાદ

0
2446

જામનગર ખીજડીયા બાપયાસ પાસે પેટ્રોલ પંપમાં કારચાલકે પેટ્રોલ પૂરાવી પલાયન : ૩ સામે ફોજદારી

  • પંપના માલિક સચીનભાઈ રબારીએ ત્રણ અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી (૪૨૦) સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ ફેબ્રુઆરી ૨૩ જામનગર આજકાલ છેતરપિંડીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરાત્રિએ ખીજડીયા બાયપાસ જામનગર રાજકોટ ધોરીમાર્ગ હાઇવે પર આવેલા શ્રીરામ પેટ્રોલીય નામના પેટ્રોલ પંપ ઉપર ગાડી ચાલકે પેટ્રોલ પંપના કર્મચારી પાસે રૂપિયા ૩૧૦૦ નું પેટ્રોલ ભરાવી બારોબાર ગાડી દબાવી મૂકવાની ઘટના સામે આવી છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે જામનગરના ખીજડીયા બાયપાસે પાસે હાઇવે પર આવેલા શ્રી રામ પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક ગાડી પેટ્રોલ ફરવા આવી હતી ત્યારે ચાલકે કર્મચારીને કુલ ટોકી કરવાનું જણાવતા પેટ્રોલ પંપ ના કર્મચારીએ ફોર્ડ ફીગો ગાડીની ફૂલટોકી કરતા રૂપિયા ૩૧૦૦ નું પેટ્રોલ આવ્યું હતું અને ગાડી ચાલકે કર્મચારીની નજર ચૂકાવી ગાડી બારોબાર દબાવી મુકી હતી કર્મચારીએ બૂમો પાડી પાછળ દોડ્યોપરંતુ ગાડી હાથમા આવી ન હતી ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેર ના ફૂટેજ જોયા પરંતુ ગાડી નંબર પ્લેટ વગરની હતી આથી પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા નો અહેસાસ થયો હતો.

જોકે આ અંગે મોડી રાત્રે પટ્રોલ પંપ કર્મચારીએ પંચ-બી પોલિસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી સબબની ફરિયાદ નોંધાવી હતી ત્યારે જિલ્લામાં આવા તત્વો થી પેટ્રોલ પંપ ના કર્મચારીઓને પણ સાવચેત રહેવા ની જરૂર છે.