જામનગરમાં એસીબીની વધુ એક સફળ ટ્રેપ: લાંચ લેતા પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો
સીટી-સી ડીવીઝનના ખોડિયાર ચોકીમાં ફરજ બજાવતા કેતન ગોસ્વામી રૂા.23 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા: વધુ એકનું નામ ચર્ચામાં.?
દારૂનો મોટો કેસ નહીં કરવા, હેરાન-પરેશાન નહીં કરવા માંગી હતી લાંચ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૧ જુલાઈ ૨૨ જામનગર શહેરમાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ફરિયાદીને દારૂના કેસમાં હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજારની લાંચ માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસકર્મીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
જામનગરની ખોડીયાર નગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગોસ્વામીએ ફરિયાદીનો દારૂનો મોટો કેસ નહીં કરવા અને હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.લાંચિયા પોલીસકર્મીએ માંગેલી લાંચની રકમ ફરિયાદીએ આપવી ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ફરિયાદ બાદ છટકું ગોઠવી કેતનગીરી ગોસ્વામીને 23 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો એસીબીની ટીમ લાંચિયા પોલીસકર્મીને એસીબી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના દરોડોના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.