જામનગર કોર્ટમાં કાચા કામનો કેંદી બેભાન થઈ જતા દોડધામ

0
3

જામનગરમાં અદાલતમાં કાચા કામ નો કેદી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૭ ડીસેમ્બર ૨૪ , જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામ નો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર ની અદાલતમાં આજે જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન ૫ઠાણ ઉર્ફે ખાનીયા નામના શખ્સને તેના કેસ ની મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો.કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે રજૂ થતા સમયે આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વર્ષ ૨૦૨૩માં આ શખ્સ સામે મારામારી સહિત કલમ હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને આજે ત્રીજા એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સમક્ષ તારીખ અન્વયે જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં તે બેભાન બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.