જોડિયા પંથકની ‘લુંટેરી દુલ્હન’ અમદાવાદમાંથી ઝડપાઇ
- બાલંભા ગામના યુવાનને લગ્નની લાલચ આપી છેતરપીંડી-ઠગાઇ આચરી હતી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૮ જૂન ૨૩: જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકા ના બાલંભા ગામ ના એક યુવક ને લગ્નના નામે છેતરી ગયેલી યુવતીને પોલીસને અમદાવાદ ના નવા વાડજ માંથી અટકાયતમાં લેવાઈ છે. અદાલતે તેણીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ ગુનાંના અન્ય આરોપી ઓ અંગે પૂછપરછ શરૂ કરી છે. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા એક યુવાનના લગ્ન પરપ્રાંતીય યુવતી સાથે કરાવી આપવાનો વિશ્વાસ ઉભો કરી ઠગાઈ કરાઈ હતી. તે યુવક સાથે લગ્ન કરનાર યુવતી વિશ્વાસઘાત કરી ચાલી જતાં તે યુવકે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાની તપાસ પીએસઆઈ રવિરાજર્સિહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવતી હતી.
દરમિયાન આ ગુન્હામાં સંડોવાયેલી મહિલા દીપા ઉર્ફે નિશા જીતેશભાઈ મોદી અમદાવાદના નવા વાડજમાં હોવાની બાતમી મળી હતી. આથી અમદાવાદ દોડી ગયેલી પોલીસ ટીમે નવા વાડજમાં હરીહોમ એપાર્ટમેન્ટ માંથી દીપા ઉર્ફે નિશા મોદીની અટકાયત કરી હતી.આ મહિલાનેે જોડિયા લાવવામાં આવ્યા પછી તેની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ની પણ પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી છે.