જામ્યુકોનું કચરા ડમ્પર રોડ વચ્ચે ખોટકાયું : ટ્રાફીક ને અસર

0
1844

જામનગરમાં સુભાષબ્રિજ થી અન્નપૂર્ણા ચોક તરફ વળતી ગોલાઇમાં જ મહાનગર પાલિકા નું કચરા ભરેલું મોટું ડમ્પર બંધ પડી જતાં ટ્રાફિકને અસર થઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જુલાઈ ૨૪, જામનગરમાં સુભાષ બ્રિજ થી અન્નપૂર્ણા ચોક તરફ જવા માટેની ગોલાઇ પર જ આજે સવારે જામનગર મહાનગરપાલિકાનું કચરા ભરેલું મોટું ડમ્પર અટવાઈને બંધ પડી ગયું હતું. જેના કારણે જામનગર- રાજકોટ રોડ તરફ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી, અને થોડી થોડી વારે ટ્રાફિક જામની સમસ્યા બની હતી.

કચરા ઉપાડવા ના કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ ખખડધજ્જ વાહનો રાખવામાં આવ્યા હોવાથી વારંવાર બંધ પડી જવાના કારણે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, એટલુંજ માત્ર નહીં ડમ્પર અથવા અન્ય વાહનોમાંથી કચરા પણ બહાર નીકળીને રસ્તા પર પડતા જાય છે, જેના કારણે પણ વાહનચાલકો વગેરેને હાલાકી વેઠવી પડે છે. જે બાબતે મહાનગરપાલિકાના તંત્રએ ધ્યાને લઈને કચરો ઉપાડતી પાર્ટીના તમામ વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની પણ જરૂર છે.