જામનગરના ડેન્જર પર્સન એવો ‘દિવલો ડોન’ પાસ હેઠળ સુરત જેલમાં ધકેલાયો

0
4524

જામનગરના ડેન્જર પર્સન એવા ‘દિવલા ડોન’ સામે પાસા નું શસ્ત્ર ઉગમતા જિલ્લા પોલીસવડા; જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૫ જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.જામનગરમાં શાંતિનગર શેરી નંબર ૬ માં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મંગળસિંહ ચૌહાણ કે જે ‘દિવલા ડોન’ તરીકે પ્રખ્યાત છે, અને પોતે શરીર સંબંધી, ધાક ધમકી આપવી, ચોરી, લૂંટ, દારૂ સહિતની અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે, અને તેની સામે ૧૧ થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.જે ડેન્જર પર્સન દીવલા ડોન સામે એલસીબી ની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા સમાહર્તા ને મોકલવામાં આવી હતી.જેને જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી છે. આથી એસ.પી. પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર એલ.સી.બી.ની ટુકડીએ દીવલા ડોન ને ગઈકાલે મોડી રાત્રે પાસા હેઠળ અટકાયતમાં લઈ લીધો હતો, અને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.