જામનગર મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દૂર ઉપયોગ કરનાર ભેજાબાજ પકડાયો

0
7587

જામનગરનાં મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દૂરઉપયોગ કરી સમાજ મા બદનામી કરનાર આરોપી પકડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તાં.૨૪, ઓક્ટોબર ૨૩ જામનગરનાં એક શિક્ષિત મહિલા નું સોશિયલ મીડિયા નાં અલગ અલગ પ્લેટફોર્મમાં ૧૨ ફેક આઈડી બનાવી મહિલાનો ફોટો મોર્ફ કરી ને અભદ્ર શબ્દ પ્રયોગ કરી સમાજમાં બદનામી કરનાર આરોપી ને જામનગર ની સાઈબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્ર માંથી ઝડપી પાડ્યો છે.જામનગરના એક શિક્ષિત અને મોટી ઉંમરના મહિલા એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાની આઇડી બનાવી હતી જે આઈ ડી માં મહિલાએ પોતાનું પ્રોફાઈલ પિક્ચર ફોટો રાખ્યો હતો. તે પ્રોફાઈલ પિક્ચર માંથી આરોપીએ સ્ક્રીનશોટ મારફત ફોટો મેળવી લીધો હતો અને ફરિયાદીના નામમાં અભદ્ર શબ્દ નો ઉમેરો કરી ને ફરિયાદીની તેમજ તેમના પુત્રોની સમાજમાં બદનામી થાય તે હેતુથી મહિલાના સગા સંબંધીને અને પુત્રના સ્ટાફ ના સભ્યો ને અને મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને અશ્લીલ કોમેન્ટો કરી હતી. તેમજ મહિલા ને ઓનલાઈન બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું. આ અંગે મહિલા ની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામા આવી હતી દરમિયાન આરોપી નું લોકેશન મહારાષ્ટ્ર નાં પુણે મા મળતા સાયબર ક્રાઇમ ની ટીમ પુણે પહોંચી હતી અને આરોપી નીપુણ રજનીકાંત પટેલ (૨૨) ને ઝડપી પાડ્યો હતો.