જામનગરના સુધાધુના ગામનો ભરત જીવરાજભાઈ લીંબાસીયા બે દિવસના રીમાન્ડ ઉપર..
પૈસાની ઉઘરાણી બાબતે માથાકૂટ ચાલતી હોય, સ્વબચાવ માટે હથિયાર સાથે રાખતો હોવાની કબૂલાત.૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ડીસીબીનો દરોડો તાજીયા ગેંગનો પૂર્વ સાગરિત પિસ્તોલ , ૬ કાર્ટીસ સાથે ઝબ્બે..દેશ દેવી ન્યુઝ જામનગર ૨૧. જામનગર જિલ્લાના સુધાધુના ગામનો અને હાલ ભવનાથ સોસાયટીમાં રહેતો ભરત જીવરાજભાઈ લીંબાસીયા ઉ .૪૧ ને અટકાવી જડતી લેતા દેશી બનાવટની પિસ્તોલ , ૬ કાર્ટીસ મળી આવતા હથિયાર , કાર , ફોન સહીત ૮,૨૦,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો..
તાજીયા ગેંગના પૂર્વ સાગરિત રાજકોટના હિસ્ટ્રીશીટરને પિસ્તોલ , છ કાર્ટીસ સાથે દબોચી લઇ પુછતાછ કરતા માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે રાખતો હોવાનું જણાવતા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલ ડીસીબી પીએસઆઈ પી એમ ધાખડા અને ટીમે બાતમી આધારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ગીરીરાજ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી કાર લઇ નીકળેલા મૂળ જામનગરના સુધાધુના ગામનો અને હાલ ભવનાથ સોસાયટીના ભરતજીવરાજભાઈ લીંબાસીયા ઉ .૪૧ ને અટકાવી જડતી લેતા દેશી બનાવટની પિસ્તોલ , ૬ કાર્ટીસ મળી આવતા હથિયાર , કાર , ફોન સહીત ૮,૨૦,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક પુછતાછમાં ગત ૫ તારીખે રાત્રે પોતે ઘરે હતો ત્યારે જુગારી મિત્રોને આપેલા ૨૦ લાખ પરત માંગતા ત્રિપુટીએ તેના ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી હોય જેથી માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે હથિયાર સાથે રાખતો હતો અગાઉ તાજીયા ગેંગનો સાગરિત હતો ૨૦૧૧ માં પોતાના વતનમાં લાલ નામના શખસની હત્યા કરી હતી તે ઉપરાંત રાજકોટમાં રાયોટીંગ , આર્મ્સ સહિતના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે તેમજ ૨૦૧૪ માં પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો છે હથિયાર ક્યાંથી લાવ્યો તે જાણવા બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે .