જામનગર સૂર્ય નમસ્કાર સ્પર્ધાના નિયમોમાં ઘરની ધોરાજી : નિર્ણાયકોની કામગીરી શંકાના દાયરામાં

0
2030

સરકારી કાર્યક્રમમાં લોલમ લોલ નો આક્ષેપ : નિર્ણાયકોની કામગીરી શંકામાં, ભારે રોષ

  • રમત ગમત અધિકારીએ યોગ-ઓર્ડીનેટરને નોટીસ પાઠવી ખુલાસો માંગતા ચકચાર
  • સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લાગતા વળગતાને વિજેતા જાહેર કરતા ખેલાડીઓમાં રાવ
  • સમગ્ર પ્રકરણની ગંભીરતા તેમજ ફરિયાદના પગલે તપાસ કમીટી રચાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ ડીસેમ્બર ૨૩ જામનગર શહેરકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નિર્ણાયકોએ ઘરની ઘોરાજી ચલાવી લાગતા વળગતા અને મળતિયાઓને વિજેતા જાહેર કર્યાની ખેલાડીઓમાં જોરશોરથી ફરિયાદો ઉઠી છે. આટલું જ નહીં આ બાબતે જિલ્લા રમત-ગમત અધિકારીને એક નહીં 10 ફરિયાદ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. ફરિયાદના અનુસંધાને ડીએસઓએ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર પ્રકરણ ગુજરાત રાજય યોગ બોર્ડમાં પણ પહોંચ્યું છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા જામનગર સહિત રાજયભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત અત્યાર સુધીમાં ગ્રામ્ય, શાળા, નગરપાલિકા મહાનગરપાલિકામાં વોર્ડકક્ષાની સ્પર્ધા પૂર્ણ થઈ છે. ત્યારબાદ જામનગરમાં તા.26 ડીસેમ્બરના મહાનગરપાલિકા એટલે કે શહેરકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં નિર્ણયકોએ નગરપાલિકા કક્ષાની સૂર્ય આપેલા નિર્ણય સામે ખેલાડીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. આટલું જ નહીં આ નિર્ણય સામે મોદી શાળાના આચાર્ય ક્રિષ્નાબેન ચંદ્રાવાડિયા, શાળા નં.21 ના આચાર્ય, ગ્રીન સીટીમાં રહેતા હીતેશ ચુડાસમા અને લાઇફ અને મળતિયાઓને વિજેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ જાહેર કર્યાની ફરિયાદો પણ ટ્રસ્ટના સંજય પરમારે જિલ્લા રમત ગમત અધિકારીને ફરિયાદ કરી છે. જેમાં નિર્ણયકોના નિર્ણય સામે ભારોભાર અસંતોષ હોવાનું જણાવ્યું છે.આટલું જ નહીં તે પૂર્વે તાલુકા, ઝોન અનેનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પણ નિર્ણયમાં અસંતોષની 6 ફરિયાદ જિલ્લા રમત ગમત અધિકારીને કરવામાં આવી હતી. ગુજરાત રાજય યોગ બોર્ડ આયોજીત સૂર્યનમસ્કાર સ્પર્ધાના નિર્ણયમાં નિર્ણાયકોએ લાગતા-વળગતા અને મળતિયાઓને વિજેતા જાહેર કર્યાની ફરિયાદો પણ ખેલાડીઓમાં ઉઠી છે. ત્યારે આ મામલે જિલ્લા રમત ગમત અધિકારીએ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ભારે ચકચાર જાગી છે.