ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના ૩ ફરારી આરોપીઓ ને પકડી પાડતી SOG
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૫ ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના ૩ ફરારી આરોપીઓને જામનગરની એસ.ઓ.જી. આખા મેથી મેં વોચ ગોઠવી કચ્છમાંથી પકડી પાડ્યા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છેજામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન ના બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ-૩૩૬ (૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબના ગુન્હાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધમા ઉપરોકત મુજબના ગુન્હોઓ દાખલ થયેલા છે.
જેમા આરોપીઓએ ફરીયાદી તથા કાયદાથી સ્થાપીત ભારત સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગંભીર ગુન્હો આચરેલ હોય અને આરોપીઓ ગુન્હો કરી નાશી ગયા હતા.જે ગુન્હાની ગંભીરતાના ધ્યાને લઇ ગુન્હાની સચોટ તપાસ કરવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ એ એક એસ.આઈ.ટી. ટીમની રચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા.
જે આરોપીઓ વિરૂધ્ધમા એસ.આઈ.ટી. ની ટીમના મુખ્ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરેલનું ખુલવા પામ્યું હતું.
જેથી ઉપરોકત ત્રણેય ફરારી આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી, અને ઉપરોક્ત ફરારી આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા ૧૫,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પોલિસ મથક ખાતે સોપી દેવાયા છે.