જામનગર : જાખર ગામે ભાભીની હત્યા નિપજાવનાર દિયર પોલીસ સંકજામાં

0
12555

જામનગર: લાલપુર ના ઝાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા નીપજાવી હતી, અને ફરાર થયો હતો, જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના ૩૬ વર્ષના રાજપૂત યુવાને પોતાની પત્ની રીનાબા ની હત્યા નીપજાવવા અંગે પોતાના જ નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિયર ભાભી વચ્ચેના અનૈતિક સંબંધોની પતિને જાણ થયા પછી પત્નીને ઠપકો આપતાં પત્નીએ દિયર સાથેના સંબંધ તોડ્યા હતા. પરંતુ દિયર સંબંધ રાખવા માંગતો હોવાથી દબાણ કર્યું હતું, અને આખરે નવરાત્રીની પ્રથમ રાત્રીએ રીનાબાના માથા પર પથ્થરના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, અને ભાગી છુટ્યો હતો. ત્યારબાદ ગઈ રાતે મેઘપર પોલીસે આરોપી વિજયસિંહ ને ઝડપી લીધો હતો, અને તેનો મોબાઇલ ફોન તેમજ લોહીવાળા કપડા કબજે કર્યા છે.

પોતે બાઈક પર ભાગ્યો હોવાથી બાઈક અન્ય સ્થળે સંતાડેલું હોવાથી તે કબ્જે લેવા માટે તેમજ વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.