યુવાનેતા યુવરાજસિંહના સમર્થનમાં આવતું જામનગર રાજપૂત સમાજ

0
786

યુવાનેતા યુવરાજસિંહના સમર્થનમાં આવતું જામનગર રાજપૂત સમાજ

રેલી યોજી ગંભીર ગુનાઓની કલમો દૂર કરવાની જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દેશ દેવી ન્યુઝ જામનગર 09. ગુજરાતમાં અનેક શિક્ષણલક્ષી આંદોલન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ગુજરાત પોલીસે ગંભીર કલમો મુજબ ગુનો નોંધ્યો હોય ત્યારે તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજના નેજા હેઠળ આજે રેલી કાઢવામાં આવી હતી જે બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગોટાળા થઈ રહ્યા છે પરીક્ષા પહેલા જ પેપર લીક અંગે યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ ઉજાગર કર્યા હતાં તેમણે ઊઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કની અનેક ભરતી પરીક્ષા રદ્ કરવી પડી હતી. આમ સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે લગાવેલી હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાની કલમો દૂર કરવી જોઈએ અને તેમને મુક્ત કરવામાં આવે. આ મુદ્દે જરૂર પડ્યે વધુ આક્રમક લડત આપવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જામનગર રાજપૂત સેવા સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન, જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, મહાકાલ સેના સહિતની સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતાં. જેમાં રૂષિરાજસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા, દોલુભા જાડેજા, આર.ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, કાંતુભા જાડેજા, ગોવુભા જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા (વાડીનાર), મહાવીરસિંહ રાણા, યોગેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ જોડાયા હતાં.