જામનગરમાં પોલિસકર્મીનો કાંઠલો પકડવો પડ્યો ભારી: 3 સામે ગુનોં દાખલ

0
4164

હુમલા પ્રકરણમાં ૩ ભરવાડ સામે ફરીયાદ: ઢોરની સમસ્યાને લઈ મનપા આકરા પાણીએ.

  • આરોપી : (૧) રામ ભરવાડ (૨) ધર્મેશ ભરવાડ (૩) મચ્છા ભરવાડ
  • પોલીસ કોન્સ.રાહુલ મકવાણાનો કાઠલો પકડવો પડ્યો ભારી.
  • જામ્યુકોની સોંલીડ વેસ્ટ શાખાના રાજભા સતાજી જાડેજા બન્યા ફરિયાદી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.o૩ સપ્ટેમ્બર ૨૨ જામનગરમાં રણજીતસાગર રોડ પર મારૂં કંસારાની વાડી પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પશુપાલકોએ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હુમલો કરતા અફડાતફડી મચી ગઇ હતી . પોલીસ સાથે ઝપાઝપી કરી રામ ભરવાડ મચ્છો અને ધર્મેશ નામના ત્રણેય શખસો નાસી છૂટયા હતાં. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ત્રણ ઢોર માલિકોની ધરપકડ કરી છે. પોલીસકર્મીનો કાઠલો પકડી ઢોર છોડાવવું પડ્યું ભારી વધુ એક ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા મહાનગરપાલિકા દ્રારા ચાર ટીમ બનાવી પોલીસને સાથે રાખી ત્રણ શિફટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે . જે અંતર્ગત શુક્રવારે સવારે શહેરના રણજીતસાગર રોડ પર મારૂં કંસારાની વાડી પાસે મનપાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા હતાં તે દરમિયાન ઢોર પકડતી વેળા ઢોર માલિકોએ પોલીસ કર્મી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હુમલો કર્યો હતો . આથી ભારે તંગદીલી સર્જાઈ હતી તે બાદ પોલીસકર્મીનો કાાંઠલો પકડી ઢોર છોડાવી પશુ માલિકો નાસી છૂટયા હતાં .બનાવ અંગે મનપાના કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે રામ ભરવાડ , ધર્મેશ ભરવાડ અને મચ્છા ભરવાડ સામે હુમલો અને ફરજમાં રૂકાવટ સહિત IPC કલમ ૩૩૨,૧૮૬, ૫૦૬ (૨) ૧૧૪, ૧૮૮ તથા જી.પી એકટ ૯૦(એ) મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. વધુ તપાસ સીટી – એ ના  PSI આઇ.આઇ નોયડા ચલાવી રહ્યા છે.