પવનચક્કી પાસે વૃદ્ધાના દાગીના ઉતરાવી કરેલ લુંટ પ્રકરણમાં ત્રણેય આરોપીનો સુરેન્દ્રનગર થી કબજો મેળવતી જામનગર પોલીસ

0
805

જામનગરમાં મહિલાને વિશ્વાસમાં લઈ દાગીના ઉતારી લેનાર ત્રણ શખસનો સુરેન્દ્રનગરથી કબજો મેળવાયો

પવનચક્કી પાસે ધોળે દિવસે વૃદ્ધાના દાગીના ઉતરાવી ત્રણ શખ્સો કરેલ લુંટ પ્રકરણમાં આરોપીઓનો સુરેન્દ્રનગરથી કબજો લેતી જામનગર પોલીસ

જામનગર : જામનગર શહેરના આર્યસમાજ રોડ પર માધવબાગ પાસે રહેતા પુષ્પાબેન ઈશ્વરભાઇ કનખરા નામના વૃધ્ધ તા.8ના શાકભાજી લઇને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ખંભાળીયા નાકા તરફ જતા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખસોએ આવીને વૃધ્ધાને રોકી તેમને ધમકાવીને દાગીના રૂમાલમાં બંધાવી આપ્યા હતા જે ખોટો રૂમાલ હતોસાચા દાગીના રૂા.1.60 લાખના લઇ નાસી છુટયા હતા.

આ ફરિયાદના આધારે પી.એસ.આઇ બી.એસ.વાળાએ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ત્રણેય શખસો રાજકોટમાં ચલાવેલી લૂંટમાં સુરેન્દ્રનગરથી ઝડપાયા હતા. જેથી જામનગર પોલીસે લૂંટના આરોપીઓ એમ.પી.ના લાલા સમીરભાઇ જાફર, સાજોડ સજદ હુશેન સૈયદ અને મોહસીન અલી નાસીરઅલી જાફરીનો કબજો લઇને જામનગર લાવ્યા છે.

તેની વિધિવત ધરપકડ કરીને રીમાન્ડો માટેની તજવીજ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ સપ્તાહ પૂર્વે પવનચક્કી નજીક આર્યસમાજ રોડ પર શાક લેવા જતાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ આરોપીઓએ સોનાની બંગડીઓ, ચેન સહિતના દાગીનાઓ ઉતરાવી લઈ નાસી છૂટ્યાનું ખૂલ્યું હતું.