જામનગર PGVCL કચેરી દ્વારા ‘વિજબીલ’ રીકવરી માટે ટીમો ઉતારાઈ

0
3524

જામનગર પીજીવીસીએલ ની સેન્ટ્રલઝોન પેટા વિભાગની કચેરી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિજ ટુકડીને ઉતારાઈ

  • માર્ચ મહિના અન્વયે બાકી વીજ બિલ ના નાણાંની રિકવરી માટે માસ ડિશકનેક્શન ડ્રાઇવ નું આયોજન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર શહેરમાં આજે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ખાતે માર્ચ મહિના અન્વયે બાકી વીજ બિલ ના નાણાં ની રિકવરી માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા પંચાયત, માધવ સ્કૂલ વાળો વિસ્તાર, લીમડા લાઇન, ભીડભંજન મહાદેવ મંદિર પાસે વિસ્તાર, સીટી પોઇન્ટ વિસ્તાર, બદરી કોમ્પ્લેક્સ આસપાસ નો વિસ્તાર, અનુપમ ટોકીઝ, ધણશેરી, વાલકેશ્વરી, ઇન્દિરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તાર, પંચેશ્વર ટાવર વિસ્તાર, નવાગામ નો વિસ્તાર, ભીમ વાસ નો વિસ્તાર, માંડવી ટાવરનો વિસ્તાર, વિગેરે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે.જ્યાં નાણાંની રિકવરી માટે ૧૦ જેટલા પોલીસ જવાનો તથા બે નાયબ ઇજનેર તથા ૬ જુનિયર ઇજનેરો તથા અન્ય ટેકનીકલ ટીમો સાથે ગ્રાહકોને ઘરે ઘરે પહોંચી વીજ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશેષમાં કેશ વિન્ડોએ જેમ ગ્રાહકોના નાણાં સ્વીકારવામાં આવે છે, તે રીતે ગ્રાહકોના ઘરે જઈને વીજ બિલ ના બાકી નાણાં ભરપાઈ કરવા ઈચ્છતા ગ્રાહકોને સ્થળ પર જ વીજ બિલ ભર્યાની રસીદ આપવાની સુવિદ્યા પણ રાખવામાં આવી. તેમજ કેશ વિન્ડો પર નાણાં સ્વીકારવા માટેનો સમયગાળો પણ વધારી દેવામાં આવ્યો છે.આ અંગે સેન્ટ્રલ ઝોન કચેરી, નાયબ ઇજનેર, અજય પરમાર દ્વારા ‘વીજજોડાણ કાપવાની પરિસ્થિતિ ટાળવા’ લોકોને વીજ બિલના નાણાં સમયસર ભરી દેવા અપીલ કરવામાં આવી છે.