જામનગર PGVCL સ્ક્રેપના વજનમાં કૌભાંડ આચરનાર ૬ શખ્સો ઝડપાયા

0
6

જામનગર નજીક દરેડમાં પીજીવીસીએલના સ્ટોર માંથી સ્ક્રેપ નો માલ ઉપાડવા સમયે છેતરપિંડી કરવાના પ્રકરણનો પર્દાફાશ

  • વે-બ્રિજ નીચે માણસો ઉતારી વજનમાં ગોટાળા કરનાર મોરબી પંથકની ગેંગના ૬ શખ્સોને ઝડપી લીધા

  • પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે મોરબી પંથકની ટોળકી પાસેથી રોકડ સહિત ૫૪ લાખની માલમતા કબજે કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ એપ્રિલ ૨૫ જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસ મોટુ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું વિજતંત્રની ચકાસણી અને સતર્કતા બાદ ધ્યાનમાં આવ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસના આધારે મોરબી ની ગેંગના ૬ સભ્યોની અટકાયત કરી લીધી છે અને તેઓ પાસેથી રૂપિયા ૫૪ લાખની રોકડ સહિતની માલમતા કબજે કરી છે.આ ફરિયાદ ના બનાવ ની વિગત એવી કે જામનગર પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જુના ઇલેક્ટ્રીક વાયર- કંડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો, અને તેની ઓનલાઈન મારફતે હરાજી કરી લેવાઈ હતી. અને કુલ ૮૨ ટન માલની હરાજી થઈ હતી.
જેમાં સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રેક્ટ મળ્યો હતો, અને તે પેઢીએ ત્રણ કરોડ રૂપિયા વિજતંત્રમાં જમા કરાવી દેવાયા બાદ તેઓને જામનગર માંથી ભંગારનો માલ સામાન ઉપાડવા માટેની એન.ઓ.સી. મળી ગઈ હતી.જે અનુસાર તેઓએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો, અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે ૬૦ ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો.
જેમાં આશરે ૨૧ ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું વિજ અધિકારીઓની ઝીણવટ ભરી તપાસ અને સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું.જેથી વિજતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ત્યાં પી.આઈ વિરેન રાઠોડ અને તેઓની ટીમને સમગ્ર હકીકત જણાવી હતી જ્યારે વે બ્રિજ નું ઢાંકણ ખોલીને અંદર અગાઉથી માણસ સંતાઈ જતો હોય, તે પ્રકારનો વિડીયો બનાવી લીધો હતો, અને પુરાવા સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
જેના આધારે પીઆઇ વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ વિજતંત્ર ના એરિયામાંથી મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલને ૪૧,૬૮,૩૧૫ નું નુકસાન પહોંચાડવાનો કારસો રચાયો હોવાનું ધ્યાનમાં આવતાં તે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અંતે પોલીસે તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી મોરબીની ગેંગના છ સભ્યોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત ૫૪ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે, અને તમામ ની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર નજીક દરેડ માં વીજ તંત્રના માલ સામાન ના વજનમાં ગોટાળા કરવા ના ગુનામાં પકડાયેલા છ આરોપીઓ

(૧) આકાશ ઘોઘાભાઇ ગગજીભાઇ કુંઢીયા ઉ.વ.૨૧ ધંધો,ભગારનો રહે.ભીમસર વાસ ત્રણ માળીયા, પાવર હાઉસની બાજુમા, વેજીટેબલ રોડ મોરબી

(૨) વિકાસ ઉર્ફે ગુલ્લુ કિશોરભાઇ વેરશીભાઇ પનસારા ઉ.વ.૨૭ ધંધો .ભંગારનો વેપાર રહે.ભીમસર વાસ પાવર હાઉસની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી

(૩) અજય કુવરજીભાઇ ભલુભાઇ વીકાણી ઉ.વ.૨૪ ધંધો.ભંગારનો વેપાર રહે.હાલ રહે.નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી, પાણીના ટાંકા પાસે, મોરબી મુળ રહે. ભીમસર વાસ, મફતીયાપરા, અરુણા મારબલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી

(૪) અર્જુન રાજુભાઇ હેમુભાઇ ભોજવીયા ઉ.વ.૨૮ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, મંગલમ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મો સીરામીકની બાજુમા પાવર હાઉસ પાસે મોરબી

(૫) નિતેશ ઉર્ફે હિતેશ લાભુભાઇ રાયમલભાઈ કુંઢીયા ઉ.વ.૩૩ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, ખોડીયાર માતાના મંદીર પાસે, શેરી નં.૦૪, મોરબી

(૬) રોહીત ઉર્ફે રાહુલ સ/ઓ કુવરજીભાઇ ભલુભાઈ વીકાણી ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી પાણીના ટાંકા પાસે મોરબી મુળ રહે. ભીમસર વાસ વેજીટેબલ રોડ મોરબી