જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા હેરિટેજ સાઈટ પર સફાઈ અભિયાન યોજાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૪ જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે જામનગર શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં, શહેરમાં વિવિધ સ્થળો પર મૂકવામાં આવેલી ભારત દેશનાં ગૌરવશાળી મહાનુભાવો શ્રી સ્વામી વિવેકાનંદ,શ્રી મહારાણા પ્રતાપસિંહજી,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ,શ્રી જામ દિગ્વિજયસિંહજી, શહીદ ભગતસિંહજીની પ્રતિમાની સાફસફાઈ તથા ફૂલહાર થકી વંદન સાથે એમનાં અપ્રતિમ યોગદાનને વિનીત ભાવે નમન કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ, જે તે સ્થળ પર જે સ્થળ પર જે મહાનુભાવની પ્રતિમા હતી એવા વ્યક્તિવિશેષે આપણાં રાષ્ટ્ર તેમજ ભારતીય સંસ્કૃતિને આપલાં યોગદાન વિશે શહેરનાં જાણીતા વક્તા લેખકો, ઇતિહાસકારો શ્રી સતીશચંદ્ર વ્યાસ (શબ્દ), શ્રી ઉત્પલભાઈ દવે, શ્રી હિમાંશુભાઈ જાની, શ્રી પારસભાઈ મકીમ વગેરેએ પોતાનાં વક્તવ્ય દ્વારા લોકો સમક્ષ સામાન્યથી વિશેષ એવી માહિતી ઉજાગર કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યા સાગર ઈન્ફોટેક કોલેજના આચાર્ય શ્રી રામ, પ્રો.શ્રી પ્રેક્ષા બેન ભટ્ટ તથા કોલેજના અન્ય વિભાગના પ્રોફોસરો તથા નવાનગર નેચર કલબ ના તમામ સભ્યો એ જહેમત ઊઠાવી હતી.