જામનગર ગુલાબનગર સમ્પ ની અવદશા.!
જામનગર મહાનગર પાલિકાની પાણી શાખા ગઈ પાણીમાં.!
જામનગર શહેરના 40 હજાર જેટલા ઘરોને પીવાનું પાણી પૂરું પાડતું ગુલાબનગર સમ્પ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે.
જેના કારણે સંપમાં અનેક પ્રકારના કચરાઓ ઠલવાય છે જે પાણી પાઇપલાઇન વાટે લોકોના ઘર સુધી પહોંચે છે અને રોગચાળો ફેલાય છે.
ગુલાબ નગર ESR પંદર વર્ષ જુનો પાણીનો ટાંકો છે અને તેની કેપીસીટિ ૧૭ લાખની લિટરની છે.
આ પંદર વર્ષ જૂના સમ્પ ખવાઈ ગયો છે તેમજ તોતિંગ ગાબડું પડી ગયા છે જેના કારણે બારે માસના ધૂળ કચરો અને ગંદકી પાણીમાં મિશ્રિત થાય છે અને નળ વાટે લોકોના ઘર સુધી પાણી વિતરણ ના સ્વરૂપે પહોંચે છે.
જ્યારે આવા પ્રજાલક્ષી જટિલ પ્રશ્ન ઉજાગર થાય ત્યારે તંત્ર પાસે ૨ટેલો જવાબ તૈયાર જ હોય છે.! અને તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે નવો સમ્પ બનાવવા માટેની દરખાસ્ત થઈ ગઈ છે જે મંજુર થયે કામગીરી શરૂ કરી દેવામાં આવશે.