અધધ…જામનગર LCBને મળી મહત્વપૂર્ણ સફળતા : ઘરફોડ અને બાઇક સહિત 30 ચોરીના ભેદ ઉકેલાયો

0
2010

જામનગર એલસીબીને મહત્વપૂર્ણ સફળતા: ઘરફોડ અને બાઇક સહિત 30 ચોરીના ભેદ ઉકેલાયો

સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજાની બાતમીને મળી મોટી સફળતા : પ્રસંનનીય કામગીરી જામનગર સહિત અનેક શહેરોમાં ચોરીને અંજામ આપનાર બેલડીની ધરપકડજામનગર,મોરબી,જુનાગઢ,રાજકોટ,દેવભુમી દ્વારકા સહિત અનેક શહેરમાં કરેલ ચોરીનો કુલ રૂા.2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયોદેશ દેવી ન્યુઝ જામનગર 10. ગત તારીખ ૯-૦૯-૨૧ ના રોજ દિવસ દરમ્યાન ફરીયાદી જગદીશભાઇ મળીયાભાઇ અરાવા રહે નાઘેડી તા જી – જામનગર નાઓના રહેણાંક મકાનમાંથી ચાંદીના કડા , કંદોરો , ઝાંઝરી તથા તાગલી મળી કિ.રૂ .૬૦,૦૦૦ / -ની ચોરીનો બનાવ બનેલ હતો જે ગુનો વણશોધાયેલ હતો.

જામનગર જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા  નિતેશ પાંડેયએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓને મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના કરેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ. ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા બી.એમ.દેવમુરારી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજા , નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થી હકિકત મળેલ કે , જામનગર , તથા અન્ય જીલ્લામાં અલગ અલગ સ્થળે દિવસ દરમ્યાન ચોરી આયરવામા ( ) રાજેશ રમેશભાઇ જીંજુવાડીયા ( ૨ ) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર , જામનગર નાઓની સંડોવણી હોવા અંગેની ખાનગી રાહે હકિકત મળેલ કે , દરેડ ગામના ખોડીયાર માતાજીના મંદિર પાસે બન્ને ઇસમો ઉભા હોવાની હકિકત મળતા નીચે મુજબના બન્નેને હસ્તગત કરવામા આવેલ છે.મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ. કે.કે.ગોહિલ ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી ( ૧ ) રાજેશ રમેશભાઇ જીજુવાડીયા રહે.ધરાનગર – ર , જામનગર ( ર ) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર -૧ સલીમબાપુના મદ્રેસા પાસે જામનગર – મજકુર બન્ને આરોપીઓની પુછપરછ કરતા નીચે મુજબની યોરીઓ કરેલની કબુલાત કરેલઉપરોકત્ત કામગીરી -એસ.એસ.નિનામા પોલીસ ઇન્સ નાઓની દેખરેખ હેઠળ,.પો.સ.ઇ કે.કે.ગોહિલ,પો..સ.ઇ  આર.બી.ગોજીયા, તથા પો..સ.ઇ બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, શરદભાઇ પરમાર, દિલૌપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, દોલતસિંહ જાડેજા, હીરેનમાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ખીમભાઇ ભોચીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી,ભારતીબેન ડાંગર દ્રારા કરવામા આવેલ છે.