જામનગરની ભાગોળે હાઇવે રોડ પર ૨૦૨૫ ના નવા વર્ષ ને આવકારવા માટે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો યોજાયા
-
ડીજે ના તાલે નાચગાન સાથે અને ભવ્ય આતશબાજી સાથે ન્યુ યરની ધમાકેદાર ઉજવણી કરાઈ; યુવા વર્ગ હીલોળે ચડ્યો
-
જામનગર-ખંભાળિયા રોડ પર પોલીસ દ્વારા નશાખોરોને કાબુમાં રાખવા માટે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ રખાઇ : સધન વાહન ચેકિંગ
-
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું , ASP તેમજ શહેર Dysp જયવીરસિંહ ઝાલા સહિતનાઓ વ્યવસ્થા ની ચકાસણી કરી હતી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૫, સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, અને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા જુદા જુદા ખાનગી પાર્ટી પ્લોટ, હાઈવે રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર નાચગાન સાથેના ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.જામનગરના અનેક યુવા- યુવતીઓ ન્યૂ યર પાર્ટીના કાર્યક્રમમાં જોડાયા હતા, અને નાચ ગાન ધમાલ મસ્તી સાથે નવા વર્ષ ની ઉજવણી કરી હતી.અનેક સ્થળોએ ડીજેના તાલે અને ભવ્ય લાઇટિંગ ઈફેક્ટ સાથે યોજાયેલા કાર્યક્રમમાં યુવાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી સાથે વર્ષ ૨૦૨૫ ને વેલકમ કર્યું હતું.