જામનગરની જી.જી હોસ્પિટલમાં સીક્યુરીટી ગાર્ડે લાચાર મહિલાને માર માર્યો: મામલો પોલીસ મથકે પહોંચ્યો.
- સીક્યુરીટી ગાર્ડે વિરૂદ્ધ લોકોને હેરાનગતીની થોકબંધ ફરિયાદો : તંત્ર મજાના મુડમાં : લોકોમાં કચવાટ
- ઉચ્ચ અધિકારીનું ભેદીમૌન : લાચાર લોકો માર ખાઈ રહ્યા છે : ગાર્ડને ખુલ્લો દોર..
- સીક્યુરીટી ગાર્ડને પોલીસવાનમાં બેસાડતા મામલો ગરમાયો.
દેશ દેવી ન્યુઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૨ જામનગરની જી.જી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ અને મહિલા વચ્ચે ખાટલે બેસીને જમવા બાબતે મારા-મારી થતા પોલીસ બોલાવી પડી હતી જેમા મહિલાને માર માર્યાંનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને મામલો થાળે પાડવા દરમિયાનગીરી કરી રહ્યા હતા.