જામનગરની જી.જી હોસ્પિટલમાં સીક્યુરીટી ગાર્ડે લાચાર મહિલાને માર માર્યો: મામલો પોલીસ મથકે પહોંચ્યો.
- સીક્યુરીટી ગાર્ડે વિરૂદ્ધ લોકોને હેરાનગતીની થોકબંધ ફરિયાદો : તંત્ર મજાના મુડમાં : લોકોમાં કચવાટ
- ઉચ્ચ અધિકારીનું ભેદીમૌન : લાચાર લોકો માર ખાઈ રહ્યા છે : ગાર્ડને ખુલ્લો દોર..
- સીક્યુરીટી ગાર્ડને પોલીસવાનમાં બેસાડતા મામલો ગરમાયો.
દેશ દેવી ન્યુઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૨ જામનગરની જી.જી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ અને મહિલા વચ્ચે ખાટલે બેસીને જમવા બાબતે મારા-મારી થતા પોલીસ બોલાવી પડી હતી જેમા મહિલાને માર માર્યાંનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને મામલો થાળે પાડવા દરમિયાનગીરી કરી રહ્યા હતા.જામનગરની જી.જી હોસ્પિટલમાં આજ-રોજ કોવિડ બિલ્ડીંગમાં દર્દી મહિલાને ખાટલે જમાડવા બાબતે એકસમેને માર મારતા દેકારો બોલી ગયો હતો બનાવની જાણ થતા ઉચ્ચ ડોક્ટર દોડી આવ્યા હતા અને મામલો રફેદફે કરવા પ્રયત્નો કર્યાં હતા.તેવામાં પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સીક્યુરીટી ગાર્ડને ગાડીમાં બેસાડતા પોલીસવાન સામે સીકયુરીટી ગાર્ડનું ટોળું વળી જતા મામલો ગરમાયો હતો બાદમાં સીક્યુરીટી ગાર્ડને બાઈક પર પોલીસ મથકે લઇ જવાયા હતા, મહિલાને માર માર્યાનીવાત વાયુવેગે પ્રસરી જતા તેના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જામનગરની જી.જી હોસ્પિટલમાં દર્દીઓને માર મારવાની વાતો હવે સામાન્ય થઈ ગઈ છે. માર મારવા , તેમજ ગેરવર્ણતુક અનેક કિસ્સાઓ સામે આવે છે તેમાં મોટાભાગના સીક્યુરીટી ગાર્ડે હોય છે. છતાં નિંભર તંત્ર ઢાકપીછોડા કરી રહ્યું છે. જેના પગલે લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ તો મહિલાને માર મારવાના બનાવે જામનગર સહિત ગુજરાતભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે. લોકો હાલના સીક્યુરીટી ગાર્ડની જગ્યાએ અન્ય સિક્યોરીટી ફાળવવાની માંગ કરી રહ્યા છે.