જામનગરમાં કોન્વેમાં ફાયર અધિકારીના પુત્રએ અકસ્માત સર્જાયો : બનાવ દબાવવાની કોશિષ
- આ બનાવની કમિશ્નરને પણ જાણ થવા ‘ન’ દીધી
- બનાવના એક સુધી કોઈ કાર્યવાહી ન થતાં અનેક તર્ક-વિર્તક
- એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને પોલીસકર્મીને સામાન્ય ઇજા થઇ હતી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ નવેમ્બર ૨૩ જામનગરમાં વીવીઆઈપીના કોન્વેયમા ફાયરકર્મીએ અકસ્માત સર્જીને સરકારી એમ્બ્યુલન્સને નુકશાન કરી અને બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચ્યાની ફરિયાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જે અતિ ગભીર બાબત ગણાય છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું મનાઈ રહ્યું છે. આરોપી ફાયરકર્મીના પિતા પણ ફાયર શાખામાં ઉચ્ચ હોદા પર હોવાથી પુત્રને બચાવવા મેદાને આવ્યા હોય તેમ આખો બનાવ દબાવી દેવાયો છે એકાદ માસ પહેલા બનેલા આ બનાવથી કમિશનર પણ અજાણ હોય તેમ કોઈ પગલા લીધા નથી.જામનગરમાં એકાદ માસ પહેલા રાજકિય વીવીઆઈપી આવનાર હોવાથી ખંભાળીયા હાઈવે ઉપર જાખર ગામના પાટીયા પાસેથી રીહર્સલ યોજાયું હતું. જેમાં પ્રથમ પાઈલોટકાર તેના પછીની એસ્કોટ-૩ કાર એલસીબી શાખાના તેમના બાદ કોન્વેય માર્શલ ડીવાયએસપી તેમના બાદ રાજકોટથી આવેલી સરકારી એમ્બ્યુલન્સ તેની પાછળ ફાયર ફાઈટર, અને તેની પાછળ ટેઈલકારએ રીતે વાહન ગોઠવાયેલા હતાં અને અંદાજીત સાંજના પોણા સતોક વાગ્યાની આસપાસ ઝાખર પાટીયાથી નિકળેલ કોન્વેય બેડ ગામથી આગળ જતા બેડ નદી પર આવેલ પુલ પર પહોંચતા એક બસ અકસ્માત થયેલ હાલતમાં રોડમાં સહેજ આડી પડી હતી,જેના કારણે કોન્વેયને બ્રેક મારતા તમામ ગાડી ઉભી રાખવામાં આવી હતી. જેમાં એમ્બ્યુલન્સ વાહન ઉભી રાખેલ હતી. પરંતુ પાછળ આવતા ફાયર ફાઈટરના ડ્રાઈવર અજયકુમાર પાંડીયને પોતાનું વાહન બેદરકારી પુર્વક ચલાવીને બ્રેક ‘ન’ મારીને ફાયર ફાઈટરની ગાડી પાછળથી ઠોકર મારતા એમ્બ્યુલન્સ આગળ Dyspની ગાડીમાં અથડાઈ હતી.એમ્બ્યુલન્સના ડ્રાઈવર કાનજીભાઈ બીજલભાઈ કારેથાને અને પોલીસની બોલેરોમાં બેઠેલા વિપુલભાઈ પટેલ અને ડ્રાઈવર રફીકભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી અને એમ્બ્યુલન્સ અને ડીવાયએસપીની ગાડીમા નુકશાન કર્યું હતું. જે અંગેની રાજકોટના એમ્બ્યુલન્સના ડ્રાઈવર કાનજીભાઈએ સીક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, આ બનાવને મીડીયામાં જાહેર ન કરીને દબાવી દેવામાં આવ્યો છે. એકાદ માસ પહેલા બનેલા આ બનાવમાં અકસ્માત સર્જનાર આરોપી અજયકુમાર પાંડીયન ફાયરમાં ફરજ બજાવે છે. તેના પિતા પણ ફાયરમાં ઉચ્ચ હોદા ઉપર બીરાજમાન હોવાથી બનાવને દબાવી દેવામાં આવ્યો છે. આ બનાવની કમિશનરને પણ જાણ ન હોય તેમ ફરજમાં બેદરકારી દાખવનાર સામે કોઈ પગલા લેવાયા નથી.