જામનગર ધ્રોલ મેમણ જમાતના કબ્રસ્તાનમાં તોડફોડ : 3 સામે ફોજદારી

0
5802

ધ્રોલમાં મેમણ જમાતના કબ્રસ્તાનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે તેમ જ ધમકી આપવા અંગે ત્રણ સામે ફરિયાદ

  • આરોપી : – યાકુબ અબ્દુલભાઈ ડોસાણી તથા આદમભાઈ સતારભાઈ ડોસાણીના બે છોકરાઓ (ફરાર) 

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૭ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં મેમણ સમાજના કબ્રસ્તાનમાં પેવર બ્લોકની ઈંટો વગેરે તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે તેમ જ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલના ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં મેમણ જમાતનું કબ્રસ્તાન આવેલું છે, જેમાં પેવર બ્લોકના રોડ બનાવેલા હતા, જેની સાઈડમાં લગાવેલી ઈંટોને તોડી નાખી, બ્લોક ઉખેડી નાખ્યા હતા અને રૂપિયા ૫,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું.જે અંગે મેમણ જમાતના અગ્રણી અને વેપારી ફિરોજભાઈ અબ્દુલભાઈ નાગાણીએ તેઓને સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ ઉસકેરાયા હતા, અને મેમણ વેપારી તેમજ અન્ય સભ્યોને ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,

જેથી મામલો ધ્રોલ પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૪૨૭, ૨૯૪ (ખ), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ  જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.