જામનગર ધ્રોલમાં ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વચ્ચે પેસેન્જર ભરવા બબાલ: 10 સામે ફરીયાદ

0
3264

ધ્રોલમાં ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વચ્ચે પેસેન્જર ભરવા બબાલ

  • ખારવા ચોકમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં તોડફોડ કરી ચાર વ્યકિત પર હુમલો કર્યાની અગિયાર સામે ફરિયાદ નોંધાઇ
  • એક ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયા
  • આરોપી : – (૧) સંજયસિંહ બળવંતસિંહ જાડેજા (૨) જગતસિંહ નારૂભા જાડેજા (3) નિર્મળસિંહ બળવંતસિંહ જાડેજા (૪) ભગીરથસિંહ કેશુભા જાડેજા (પ) રવિરાજસિંહ જાડેજા (૬) દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા તથા ચાર અજાણ્યા શખ્સો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૩ માર્ચ ૨૩ જામનગરના ધ્રોલમાં ટ્રાવેલ્સના ધંધાર્થીઓ વચ્ચે પેસેન્જર ભરવા બાબતે બબાલ થઈ હતી, અને ખારવા ચોક વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસમાં 11 જેટલા શખ્સોએ ઘસી જઇ તોડફોડ કર્યાની અને ટ્રાવેલ સંચાલક સહિત ચાર વ્યક્તિ પર હીચકારો હુમલો કર્યાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ખારવા ચોકમાં આશાપુરા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવતા વિસુભા રણુંભા ગોહિલ નામના ટ્રાવેલ્સના ધંધાર્થીએ પેસેન્જર ભરવા બાબતે તકરાર કરી પોતાની ઓફિસમાં આવીને તોડફોડ કરવા અંગે, તેમજ પોતાના ઉપર અને દિવ્યરાજસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે પર હુમલો કરી માર મારવા અંગે 12 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

સામા જૂથના સંજયસિંહ બળવંતસિંહ જાડેજા, જગતસિંહ નારુભા જાડેજા, નિર્મળસિંહ બળવંતસિંહ જાડેજા, ભગીરથસિંહ કેશુભા જાડેજા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા, તથા અન્ય ચાર અજણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હોવાથી ધ્રોલ પોલીસે તમામ 11 આરોપીઓ સામે રાઇટીંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. આ બનાવને લઈને ભારે તંગદીલી ફેલાઈ હતી. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.