જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં પ્રવેશતા પહેલાં કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નો નવતર પ્રકારે વિરોધ
-
ચલણી નોટો ચોંટાડેલો અને ગારા કીચડ વાળો ડ્રેસ પહેરી માથે કાઢી રાક્ષસી ટોપી પહેરી હાથમાં પોસ્ટર દર્શાવી હાજર રહ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ એપ્રિલ ૨૫ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ની બેઠક આજે ટાઉનહોલ માં મળી હતી, ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કે જેઓ આજે પ્રજાના ટેક્સ ના પૈસા નો વેડફાટ, અને ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર નો મુદ્દો લઈને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ટાઉનહોલ ના પટાંગણમાં પ્રવેશ્યા હતા.તેઓએ ચલણી નોટો ચિપકાવેલો ડ્રેસ પહેર્યો હતો, સાથે સાથે ડ્રેસ પર ગારા કીચડ પણ લગાવેલા હતા, અને માથે કાળી રાક્ષસી ટોપી પહેરીને હાથમાં પોસ્ટર દર્શાવ્યું હતું.જેમાં જામનગરની જનતા વોટર- ટેક્સના પૈસા ભરે છે પણ પ્રજાના પૈસા ભૂગર્ભ ગટરના ગારા કિચડમાં વેડફાઈ જાય છે, તે પ્રકારે ના પોસ્ટર દર્શાવી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ભારે કુતુહલ સર્જાયું હતું.