કાલાવડના હરીપર મેવાસા ગામે ફટકડા ફોડવા બાબતે ડબલ બેરર જોટામાંથી જાનથી મારી નાખવાના ઈરાદે સમગ્ર પરીવાર ઉપર ફાયરીંગ કરવાના કેશમાં આરોપીને જામીન મુક્ત કરતી નામદાર શેસન્સ કોર્ટ
-
કાલાવડના ચકચારી ફાયરીંગ કેશમાં વિદ્વાન ધારાશાસ્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલ ગ્રાહ્મ રાખી આરોપીને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ અદાલત
-
ફટાકડા ફોડવા બાબતે ધિંગાણું ખેલાયું હતુ : નાની બાળકી સહિત સાત જેટલા લોકો ધાયલ થયા હતા
-
ચર્ચાસ્પદ ફાઈરીગ પ્રકારણના ધેરા પ્રત્યાઘાતો પડયા હતા : જેમાં બે અધિકારીનો ભોગ લેવાયો
દેશ દેવી ન્યૂઝ તા. ૨૨ નવેમ્બર ૨૪ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જગાવનાર કેસની વિગત એવી છે કે પખવાડીયા પહેલાકાલાવડ ના હરીપર મેવાસા ગામે ફટાકડા ફોડવા જેવી નજીકની બાબતે ધીંગાણું ખેલાયું હતું જેમાં સામા વાળા આરોપીઓએ બાર બોર જોટામાંથી ફાયરિંગ કરતા નાની બાળકી સહિત 7 જેટલા લોકો ગંભીર રીતે ધાયલ થયા હતા તમામને તાબડતોબ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતાજેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા
આ કેશની હકિક્ત એવી છે કે, તા.૦૮/૧૧/૨૦૨૪ના રોજ ફરીયાદી ફીરોઝભાઈ કાસમભાઈ હાલાણી અને તેમનો પરીવાર તેમના ફળીયામાં હતો અને બાળકો ફટાકડા ફોડતા હતા તે દરમ્યાન આરોપી યુનુસભાઈ તૈયાબભાઈ હાલેપૌત્રા કે, તેમના પડોશી થતા હોય, તે આવેલ અને ફરીયાદી સાથે માથાકુટ કરેલ અને બોલાચાલી કરેલ કે, તમારા ફટાકડા અમારા ઘરમાં આવે છે
તેવી વાતમાં માથાકુટ કરેલ અને તે દરમ્યાન તેમના પત્ની આવી ગયેલ અને યુનુસભાઈને ઘરમાં લઈ ગયેલ ત્યારબાદ થોડા સમય બાદ આ યુનુસભાઈ અને તેમનો દિકરો આમીન બંન્ને જણા તેની કાળા કલરની સ્કોર્પીયો ફોરવ્હીલ ગાડીમાં આવેલ અને કારમાંથી ઉતરી અને આરોપી યુનુસભાઈએ તેમના હાથમાં રહેલ ડબલ બેરલ વાળી બંદુકથી ફરીયાદી ઉપર નિશાનો તાકી અને જાન લેવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું
જે ફાયરીંગમાં ફરીયાદીના નાનાભાઈની દિકરી સીમરનને મોઢાના ભાગે ત્થા છાતીના ભાગે ઈજાઓ થયેલ અને તમન્નાબેનને જમણા પગના ગોઠણના ભાગે ઈજાઓ થયેલ અને પંજાના ભાગે ઈજાઓ થયેલ તેમજ અસલીઆના બેનને પેટમાં ઈજાઓ થયેલ અને દોડાદોડી થઈ જતાં કરીયાદીના નાના ભાઈને દરવાજા બહાર શેરીમાં નિકળતા ફરી યુનુસભાઈએ બંધુક વડે તાજુનભાઈ તરફ ફાયરીંગ કરતા તાજુનભાઈને જમણા પગના ગોઠણની નિચેના ભાગે અને પંજાના ભાગે ત્થા ડાબા પગના ઈજાઓ થયેલ, અને તે પડી જતાં ફરીયાદીના પત્ની અને તાજુનભાઈના પત્ની સોનલબેન દોડી ત્યા જતાં યુનુસભાઈએ તેમના ઉપર પણ બંદુકથી ફાયરીંગ કરેજેમાં આયશાબેનને ડાબા પગના ગોઠણની ઉપરના ભાગે અને જમણા પગના ગોઠણથી નિચેના ભાગે ઈજાઓ થયેલ અને આ દરમયાન યુનુસભાઈનો નાનો ભાઈ આસીક તૈયબભાઈ પોતાનું મો.સા.લઈને ત્યાં આવી ગયેલ અને તે પોતાના સાથે છરી લઈ આવેલ હોય તે છરી લઈ અને ફરીયાદીના ફઈના દિકરા સોહીલભાઈ સાથે બોલચાલી ત્થા ઝપાઝપી કરવા લાગેલ અને તે દરમ્યાન મામદભાઈ સમા પણ આવી ગયેલ અને આ મામદભાઈએ પણ કોઈ હથિયાર વડે ફાયરીંગ કરેલ અને યુનુસભાઈના દિકરાએ પથ્થરોથી છુટા ધા મારી અને સમગ્ર પરીવારના સભ્યોને ઈજાઓ પહોંચાડેલ હતી
આમ, નાની બાબતે ફાયરીંગ કરી અને સમગ્ર પરીવારને ઈજાઓ પહોચાડેલ હોય અને ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હોવાની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરતા તમામ આરોપીઓની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ તેથી આ આરોપીઓ પૈકી આરોપી અસીક તૈયબભાઈ હાલેપોત્રા ધ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરતા સરકારી વકીલ અને પોલીસ ધ્વારા જામીનનો વિરોધ કરવામાં આવેલ અને એવી દલીલો કરવામાં આવેલ કે, નજીવી બાબતે ફરીયાદી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરીંગ કરેલ હતું અને આ ફાયરીંગમાં નાની નાની દિકરીઓને અને નાના નાના ભુલકાઓને છરા લાગી અને ઈજાઓ થયેલ છે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેશ છે અને આરોપીએ જાહેરમાં તહેવારના સમયમાં આતંક મચાવેલ છે અને જુની અદાવત રાખી અને હુમલો કરેલ છે, આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, મુખ્ય આરોપીએ ફાયરીંગ કરેલ છે, હાલના આરોપી સામે જે ફરીયાદમાં આક્ષેપ છે તે ધ્યાને લેતા તેમને કોઈ જીવલેણ હુમલો કરેલ હોવાનું માલુમ પડતું નથી અને તેવી કોઈ ફરીયાદ પણ નથી તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ
જે તમામ દલીલો અને રેકર્ડ અને રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી આસીક તૈયબભાઈ હાલેપૌત્રાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વિશાલ વાય. જાની હરદેવસીહ આ૨.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.