જામનગરમાં હિન્દુ એકતા સમિતિ ના નેજા હેઠળ બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આક્રોશભેર મૌન રેલી યોજાઇ
-
જામનગર શહેરના અનેક હિન્દુ સંગઠનના અગ્રણીઓ- જ્ઞાતિ, સંસ્થાના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૪ ડિસેમ્બર ૨૪ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને જામનગરમાં હિન્દુ એકતા સમિતિ મેદાને પડી છે, અને આજે સવારે એક મૌન રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જામનગર શહેરના વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ, જુદી જુદી જ્ઞાતિ- સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો આ રેલીમાં આક્રોશભેર જોડાયા હતા, અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા જામનગરમાં હિન્દુ એકતા સમિતિ સમર્થનમાં આવી છે, અને આજે સવારે મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી સવારે ૧૧.૦૦ વાગ્યે શરૂ સેકસન રોડ નજીક આવેલા સરલાબેન આવાસ ભવન પાસેથી પ્રારંભ થઇ હતી, જેમાં ભાઈઓ બહેનો સહિતનો વિશાળ જન સમુદાય બેનર પોસ્ટર સાથે જોડાયો હતો અને મૌન રેલી ના સ્વરૂપમાં જામનગરની જિલ્લા કલેકટર કચેરી એ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.