૨૦ લાખ પૂરાના નોટરીરાઈઝ લખાણથી આપેલ પૈસાની ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ છોડી મૂકતી કોર્ટ
-
કરાર કાયદા , સમયમર્યાદાના કાયદા , તેમેજ સિક્યુરિટી પેટે આપવામાં આવેલ ચેકોનો દૂરઉપયોગ : એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલા
દેશ દેવી ન્યૂઝ તા. o૪ એપ્રિલ ૨૫ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલ અને આ કામના આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા ગાઢ મિત્રતાના સબંધ હોય અને આરોપીને વર્ષ ૨૦૧૭ માં આર્થિક સંકડામણના કારણે નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલ પાસે હાથ ઉછીની રકમ રૂ।.૨૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ પુરા લીધેલા હતા. અને તે અંગેનું નોટરીરાઈઝ લખાણ પણ કરી આપેલ હતું. અને તે લખાણ મુજબ ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા પાસેથી સિક્યોરિટી પેટે ૩ ચેકો લીધેલ હતા.
૪ વર્ષમાં અનેકવાર ફરિયાદીએ આરોપી પાસેથી પૈસા પરત મેળવવા માંગણી કરેલ હોય અને આખરે આરોપીએ આપેલ ચેકો માથી એક ચેક ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે પોતાની બેન્કમાં રજૂ કરેલ હોય અને સદરહુ ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ હતો. અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે દ્રારા અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજાને લીગલ નોટીસ મોકલાવેલ અને નોટીસ બઝી ગયેલ હોય અને નોટીસનો જવાબ આરોપી દ્વારા આપવામાં આવેલ નહી કે લેણી રકમની કોઈ ચુકવણી માટે કોઈ દરકાર લીધેલ ન હોય જેથી ફરિયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે નામદાર એડી..ચીફ જયુડી. સાહેબશ્રી, વાકાનેર કોર્ટ સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. જેને લઈ આરોપી અનિરુધ સિંહ હરિસિંહ જાડેજા ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ
નામદાર કોર્ટ સમક્ષ આરોપી દ્રારા ગુનો કબુલવાનો ઇનકાર કરતા આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજાની પ્લી લેવામાં આવેલ, ફરીયાદીની ફરિયાદ સાબિત કરવા પુરાવા રજુ કરેલ તેમજ કેસ ચાલી જતાં જેમાં આરોપીના વિદ્વાન વકીલ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા ધારદાર દલીલો કરાઈ કે ફરિયાદીની કેપેસિટી તથા સમય બહારનું લેણું તેમજ કરાર કાયદાને તથા સમયમર્યાદાના કાયદાને અને સિક્યુરિટી પેટે આપવામાં આવેલ ચેકોને દૂરઉપયોગ કરીને હાલ ફરિયાદ કરેલ હોય જેમાં ફરિયાદપક્ષ દ્રારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ વાકાનેરની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્રારા એવું તારણ કાઢેલ હોય કે, સદરહુ ચેક આરોપીએ ફરિયાદીને કાયદેસરના દેવા કે જવાબદારી પેટે આપેલ હોય તેવું સાબિત થતું નથી અને આરોપીએ જાતે જુબાની આપવાની જરૂર નથી અને ફરિયાદીની દલીલનો અસ્વીકાર કરી નામદાર કોર્ટે આરોપી અનિરુધ્ધસીહ હરિસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.
આ કામે આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા વાકાનરના ધારાશાસ્ત્રી અનિરુધ્ધસિંહ એસ. ઝાલા રોકાયેલા છે.