જામનગર સાધના કોલોનીમાં ધરાસાયી ઇમારતનો બનાવ પેલાનો ભયાનકતા પુરવાર કરતો VIDEO સામે આવ્યો

0
7439

જામનગર સાધના કોલોનીમાં આવાસ યોજના હેઠળની બિલ્ડીંગ ધરાસાયી થઈ તે પહેલાનો VIDEO સામે આવ્યો

  • બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા આસામીએ સવારના ભાગે જર્જરીત ઇમારત જમીન દોષ થયા પહેલાની સાક્ષી પુરતી ગોજારી ઘટના મોબાઈલમાં કરી કેંદ
  • સાધના કોલોની હાઉસિંગની અનેક બિલ્ડીંગ હજુ જોખમી:
  • જામનગર મ્યુ કમિશ્નર, પોલિસવડા, ડે.કમિશ્નર, ફાયર, પોલિસ, મનપાની ટીમો તથા જિલ્લા પ્રસાસન સતત ખડેપગે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ જૂન ૨૩ જામનગર સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડની ત્રણ માળની ઇમારત ઘડાકાભેર ધરાસાયી થતા સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, મા.મ.વિભાગ, 108, PGVCL, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા છે જેમાં ત્રણ લોકોના મોત અને પાંચ ગંભીર રીતે ઘવાયા હતા આ સમગ્ર ઘટનામાં બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા આસામીએ સવારના ભાગે જર્જરીત ઇમારત જમીન દોષ થયા પહેલા પોતાના મકાનના પોપડા ખરતા હતા તે ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને સાજે ઇમારત ધરાસાયી હતી જે વિડીયો જોતા જ મોતના ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા હાલતો આ વિડીયો જોતા જ લાગી રહ્યું છે કે જર્જરીતની અને પોપડા ખરતા હતા ઇમારત પડુ પડુ હતી છતાં લોકોએ બેદરકારી દાખવી તંત્રને પેલા જાણ કરવામાં આવી હોત તો કદાચ ત્રણ જીંદગી બચી જાત