જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના “આપ”ના ઉમેદવાર વિશાલ ત્યાગીની ચિટિંગ ના ગુનામાં રાજસ્થાનમાંથી ધરપકડથી ભારે ખડભળાટ
- જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ચીટીંગના ગુના સંદર્ભમાં અમદાવાદ ATS ની ટીમે ધરપકડ કરી લઈ જામનગર પોલીસને સુપ્રત કર્યો
- ડેકોરેશન નું કામ કરી પૈસા ન આપતા ફરીયાદ નોંધાવાઈ
- ફરીયાદી બે ત્રણ વાર આપના કાર્યલય ખાતે ધક્કા ખાઈ ચુક્યો : ચૂટણી પછીનો વાયદો આપ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ડીસેમ્બર ૨૨ જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગી કે જેની છેતરપિંડીના ગુનામાં રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે, અને જામનગર પોલીસને સુપ્રત કરી દેવાયા છે.
પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ આ બનાવની વિગતે એવી છે કે જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ રાજબલભાઈ ત્યાગી કે જેમણે આજથી દોઢ વર્ષ પહેલાં જામનગરમાં જ સાંઈ ડેકોરેશન ના નામથી ડેકોરેશન- સજાવટનું કામ કરતા ભાવિનભાઈ વલ્લભભાઈ નકુમ પાસેથી સમૂહ સાદીના એક કાર્યક્રમમાં ડેકોરેશન નું કામ કરાવ્યું હતું, જયારે ટાઉનહોલમાં પણ એક ફંકશનમાં ડેકોરેશન નું કામ કરાવ્યું હતું, અને તેના આર્ટિફિશિયલ ફૂલો વગેરે લગાવેલા હતા.
જે અંદાજે ત્રણેક લાખ રૂપિયા નો માલ સામાન કે જે વિશાલ ત્યાગી એ પોતાના પાસે રાખી લીધો હતો. જે તે વખતે ૭૦,૦૦૦ માં ત્રણ ફંકશનનું કામ નક્કી થયા પછી તે પૈકી ૪૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા, જયારે ૨૫,૦૦૦ રૂપિયા વિશાલ ત્યાગી એ બાકી રાખ્યા હતા, અને ત્રણેક લાખનો માલ સામાન થોડા સમય વાપરવા માટે માંગ્યો હતો, અને તેનું જરૂરી ભાડું આપી દેશે તેમ જણાવ્યું હતું.
ત્યાર પછી લાંબો સમય વીતી ગયો હોવા છતાં વિશાલ ત્યાગી એ ત્રણેક લાખનો માલ સામાન પરત કર્યો ન હતો, અને પચાવી પાડ્યો હતો. સાથો સાથ ૨૫,૦૦૦ પણ આપ્યા ન હતા. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ૭૯- વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારી કરી હતી, અને આમ આદમી પાર્ટીનું દિગવિજય પ્લોટ વિસ્તારમાં કાર્યાલય ખોલવામાં આવ્યું હતું, ત્યાં પણ પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા. તો તે સમયે પોતે કાર્યાલયમાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા, અન્ય કાર્યકરમારફતે ચૂંટણી પતી જાય પછી પૈસા આપીશ તેમ કહ્યું હતું.
પરંતુ ચૂંટણી પતી ગયા પછી પણ કોઈ પૈસા કે વસ્તુ નહીં આપતા આખરે ભાવિનભાઈ નકુમ દ્વારા સમગ્ર મામલો સીટી એ. ડીવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રવિવારે સાંજે તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં તકમાં આઈપીસી કલમ ૪૨૦,૪૦૬ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિશાલ ત્યાગી પોતાના પરિવાર સાથે માનતા ઉતારવા માટે રાજસ્થાન તરફ ગયા છે, જેથી અમદાવાદ એટીએસ ની ટીમ રાજસ્થાન સુધી પહોંચી હતી, અને રસ્તામાંથી જ વિશાલ ત્યાગીની અટકાયત કરી લેવામાં આવી હતી, અને અમદાવાદ લઈ આવ્યા પછી તેને જામનગર પોલીસને સુપ્રત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફરિયાદને લઈને જામનગરમાં ભારે ખડભળાટ મચી ગયો છે.