લાલપુર નજીક પડાણા ગામમાંથી ૧૯ વર્ષ ની યુવતી પોતાના આધાર કાર્ડ અને મોબાઇલ ફોન સાથે ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી અને માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલી, તેમજ હાલ ઘર કામ કરતી નિશાબેન સુરેશભાઈ ભગત નામની ૧૯ વર્ષીય યુવતી ગત ૧૫ મી તારીખે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ હતી.તેણી પોતાની સાથે મોબાઈલ ફોન અને આધાર કાર્ડ વગેરે લઈને નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણી નો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધ ખોળ કર્યા પછી પણ તેનો કોઈ પતો નહીં મળતાં આખરે આજે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે. મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે, અને મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ ના આધારે તેણીની શોધખોળ શરૂ કરી છે.