પાલીતાણામાં તોડફોડના મામલે જામનગરમાં જૈન સમાજમાં ભારે રોષ: કાલે આવેદન

0
1315

પાલીતાણામાં તોડફોડના મામલે કાલે જામનગરમાં જૈન સમાજની રેલી: આવેદનપત્ર

  • જૈન સમાજના વિરોધને વેપારી મંડળે ટેકો જાહેર કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૨-૧૨-૨૨ તાજેતરમાં જૈન શૈક્ષણિક સંસ્થાના આગેવાનોની પાલીતાણામાં શંત્રુજય પર્વત ઉપર પ્રભુ શ્રી આદીનાથ દાદાની ચરણપાદુકા રોહીશાળા મુકામે હતી, તેને તોડફોડ કરવાના મામલે સમગ્ર જૈન સમાજમાં ઉગ્ર રોષની લાગણી જન્મી છે, ગુજરાતના અનેક ગામોમાં આ અંગે વિરોધ થયો છે, આ બનાવને લઇને જામનગરના સમસ્ત જૈન સમાજના ભાઇ-બહેનોની એક મહત્વની મીટીંગ ગઇકાલે યોજાઇ હતી, જેમાં આગામી શુક્રવાર તા.23ના રોજ સવારે 9:30 વાગ્યે ચાંદીબજારના શેઠજી દેરાસરથી એક બાઇક રેલી નિકળશે અને જે શહેરના મુખ્ય વિસ્તારમાં ફરી જોગસપાર્ક પાસે પૂર્ણ થશે અને ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.જામનગર ચાંદી બજારમાં જયોતિ-વિનોદ જૈન ઉપાશ્રય(પાઠશાળા) ખાતે સમસ્ત જૈન સમાજનાં વિવિધ ફીરકાઓના સમસ્ત જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદેદારો, સોશિયલ ગ્રુપ, મહિલા મંડળો તેમજ જૈન શૈક્ષણીક સંસ્થાના આગેવાનોની પાલીતાણામાં શત્રુંજય પર્વત પર પ્રભુ શ્રી આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહીશાળા મુકામે હતી તેને તોડ-ફોડના બનાવને લઇને સમગ્ર ગુજરાત તેમજ જામનગરના સમસ્ત જૈન સમાજના ભાઇઓ-બહેનોમાં ભારે રોષની લાગણી હતી. જેથી આ મીટીંગ બોલાવામાં આવેલ હતી.જેમાં આગામી તા. 23.12.22ને શુક્રવારના રોજ પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને તેમજ ગુજરાતના મુખ્ય મંત્રી, ગૃહમંત્રીને જામનગરના કલેકટર મારફતે આવેદનપત્ર દેવાનું નક્કી કરેલ છે તેમજ આ દિવસે જામનગર શહેર-જિલ્લાના દરેક જૈન સમાજના લોકો પોતાનાં ધંધા-રોજગાર બપોરના 12:30 વાગ્યા સુધી બંધ રાખી,સ્કુટર રેલી દ્વારા આ આવેદન પત્ર દેવા દરેક ભાઈઓ-બહેનો તથા વડીલો બહોળી સંખ્યામાં હાજર રહે તેવું નક્કી કરવામાં આવેલ છે.આવેદન પત્ર આપવાનો સમય તા. 23.12.22, શુક્રવાર, સવારે 9:30 કલાકે બાઇક રેલીનો રૂટ : શેઠજી દેરાસરથી ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, ભંગાર બજાર, ગોવાળ મસ્જીદ થઇ,પંચેશ્વર ટાવર, નોબતથી બેડી ગેઇટ, ટાઉન હોલ, અંબર ટોકીઝ, જી.જી. હોસ્પીટલ, ડી.કે.વી., વિરલ બાગ, જોગશ પાર્ક ખાતે બાઇક રેલી પૂર્ણ થશે, ત્યાંથી કલેકટર ઓફીસ ખાતે આવેદન પત્ર આપવા માટે રેલી સ્વરૂપે જશે.

આ મીટીંગમાં જૈન આગેવાનો વિશા શ્રીમાળી જ્ઞાતિના પ્રમુખ ભરતભાઇ વસા, કે.ડી.શેઠ, વી.પી.મહેતા, કિરીટભાઇ મહેતા, કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, અજયભાઇ શેઠ, જતીનભાઇ મહેતા, ભરતભાઇ પટેલ, નિતીનભાઇ સોલાણી, વિજયભાઇ શેઠ, નવીનભાઇ ઝવેરી, રાજુભાઇ, આશીષભાઇ ધનાણી, મહેશ ભાઇ મહેતા, પ્રફુલભાઇ મહેતા, કુમુદબેન મહેતા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.