જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં HMPV વાયરસના પગલે આઇસોલેશન વોર્ડ તૈયાર

0
1

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં એચએમપીવી વાયરસ ના પગલે આઇસોલેશન વોર્ડ તૈયાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ જાન્યુઆરી ૨૪ , ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને રાજ્ય ની સાથો સાથ જામનગર નું આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું છે.જેમાં સંભવિત રોગ નાં દર્દી માટે જામનગર ની જી જી હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામા આવ્યો છે.અને તબીબો તૈનાત રાખવા મા આવ્યા છે. તેમજ વોર્ડ મા પણ જરૂરી તમામ સાધન સામગ્રી ની વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.ચાઇના થી એચએમપીવી નામનો એક વાઇરસ પ્રસર્યો છે. આ વાયરસના લક્ષણ ધરાવતા એક દર્દી નો ગુજરાતમાં પોઝિટિવ રિપોર્ટ મળતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે . અને રાજ્ય સરકાર ની સૂચના મુજબ જામનગર નું આરોગ્યતંત્ર અને સરકારી હોસ્પિટલનું તંત્ર પણ સાબદુ બન્યું છે.બે દિવસ પહેલા જામનગર ની ગુરુ ગોવિંદસિઘ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી ના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ ના તબીબો ની એક તાકીદ ની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એમ પી શાહ મેડિકલ કોલેજના અધિક ડીન ડો. એસ એસ ચેટરજી , ઉપરાંત અનેક વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધન ,દવા મશીનરી ,ઓક્સિજન વગેરે ની ઉપલબ્ધિ સહિત ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને ખાસ વોર્ડ ની વ્યવસ્થા કરવા નિર્ણય લેવાયો હતો.જે મુજબ જામનગર ની જીજી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.જેમાં ઓક્સિજન વેન્ટિલેટર દવા નો જથ્થો ઉપરાંત બાળકો ની સારવાર માટે જરૂરી એચએસએનસી મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે.ઉપરાંત તબીબી ટુકડી પણ તૈયાર રાખવામાં આવી છે. ઉપરોક્ત વાઇરસ સંદર્ભે જી.જી. હોસ્પિટલ નું તંત્ર સંપૂર્ણ પણે તૈયાર હોવા નું તબીબી અધીક્ષકે જણાવ્યું છે.