જામનગરમાં રાજપૂત યુવાનની પ્રેરણા દાયક જાહેરાત : ધોરણ ૭ થી ૯ સુધી ટ્યુશન ફ્રિ

0
4389

જામનગર રાજપૂત યુવાનનું ઉમદા પગલું : લાડકવાઈ દિકરીબાના જન્મ દિવસ નિમિત્તે મફત શિક્ષણની જાહેરાત

  • વોર્ડ નં. 2 માં રહેતા તમામ જ્ઞાતિ ના બહેનો માટે મહિલા ટીચર દ્વારા સ્પોકન ઈંગ્લીશના કોર્ષ

  • ધો. ૭, ૮ અને ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે તમામ વિષયના ટ્યુશન કલાસીસના કોર્ષ વિનામૂલ્યે

  • તારીખ ૫ જૂન થી ૧૫ જુન વચ્ચે ઓફિસ કાર્યલય ખાતે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી માં ફોર્મ મેળવી શકાશે

દેશ દેવી ન્યૂઝ તા.૩૧ મે ૨૪ જામનગર માં ગરીબ તથા મધ્યમ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુંથી ઋષિ૨ાજસિંહ જાડેજા દ્વારા સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. જે અભિનંદન ને પાત્ર છે. ખાસ કરીને જામનગર શહેરના વોર્ડ નંબર -૨ માં ઘણા બધા નાના વિદ્યાર્થીઓ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે માતા-પિતા ને ઈંગ્લીશ ઓછું ફાવતું હોવાથી ઘરે શિક્ષણ આપવું મુશ્કિલ બને છે, પરંતુ જો બહેનો ને જ સ્પોકન ઈંગ્લીશ ના કોર્ષ કરાવી ને ઈંગ્લીશ શીખવવામાં આવે તો એમને રોજિંદા જીવનમાં પણ ઘણું ઉપયોગી બને તેમ છે. અને પોતાના બાળકો ને પણ ઘરે બેઠા ઈંગ્લીશ શીખવી શકે તથા ધોરણ -૭ , ૮ અને ૯ માં અભ્યાસ કરતા તમામ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ – બહેનોને પણ વિનામૂલ્યે તમામ વિષયના ટ્યુશન ઉચ્ચતમ નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે જામનગર માં  વિનામુલ્યે ટ્યશન ક્લાસની સેવા ચાલુ જવા જઈ રહી છે. જેનો વધુમાં વધુ લોકો લાભ લેવા અનુરોધ કરાયો છે.

વધુમાં ઋષિ૨ાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે આ અમારા વોર્ડ નંબર – ૨ ના તમામ જ્ઞાતિના બહેનો અને વિધાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવાનો એક નાનકડો પ્રયાસ છે. જેમા ખાસ કરીને બહેનો માટે અલગ બેંચ કલાસીસ તથા મહિલા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે જે બહેનો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો જોડાવા ઇચ્છતા હોય તેઓ અમારી ઓફીસ ખાતે થી ફોર્મ લઈને ભરવાનું રહેશે, વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવાના હોય, જેથી રામેશ્વરનગર, સરદાર ભવન, જૈનમ કલાસીસની નીચે આવેલ ઓફીસ કાર્યલય ખાતે થી ફોર્મ લઈ જવા અનુરોધ કરાયો હતો.