જામનગરના સાત રસ્તા પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન

0
1595

જામનગરના સાત રસ્તા પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન

  • કામમાં વપરાતું મટિરીયલ ચકાસવામાં આવ્યું તેમજ અન્ય ફાઈલો પણ ચેક કરવામાં આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૩, જામનગર શહેરમાં સાત રસ્તા નજીકથી નાગનાથ ગેઈટ સુધીના નવા બની રહેલા ફલાય ઓવરબ્રીજનું હાલ કામ ચાલી રહયું છે. જે કામ સંદર્ભે આજરોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલશ કગથરાએ સ્થળ પર જઈ ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું.આ સમયે તેમની સાથે સિટી એન્જીનિયર સહિતનો સ્ટાફ સાથે જોડાયો હતો.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સ્થળ નિરીક્ષણ દરમ્યાન કોન્ટ્રાકટરને પણ સાથે રાખ્યા હતા અને કામમાં વપરાય રહેલ મટિરિયલનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કોન્ટ્રાકટરની ઓફિસમાં જઈ તમામ પ્રકારની ફાઈલો અને કાગળો પણ ચકાસવામાં આવ્યા હતા. હાલ નવરાત્રિ સહિતના તહેવારો આવી રહયા છે ત્યારે સાત રસ્તા નજીક ટ્રાફિક પણ અવરોધાતો હોય જેથી ટ્રાફિક બાબતે પણ કોન્ટ્રાકટરને સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ઓવરબ્રીજના કામ તેમજ વપરાતા મટિરિયલ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સ્ટેન્ડીંગ ચેરમેને ઓચિંતી મુલાકાત લેતા કોન્ટ્રાકટર તેમજ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.