જામનગર જિલ્લા જેલમાં કેદીઓએ ફરી ‘લખણ’ ઝળકાવ્યા: સિપાઈએ કરી 14 સામે ફરજ રૂકાવટ

0
1853

જામનગર જિલ્લા જેલમાં યાર્ડમાં જવા બાબતે સર્જાય બબાલ: 14 કેદીઓ સામે પોલિસ ફરિયાદ

આરોપી :- ( ૧ ) હનીફ રસુલ મકવાણા ( ૨ ) કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા ( ૩ ) શબીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી ( ૪ ) સોહીલ મહમદભાઇ પારેખ ( પ ) જાફર સીદીકભાઇ જુણેજા ( ૬ ) ઉબેદ અબ્દુલભાઇ કોરડીયા ( ૭ ) જહાંગીર યુસુફભાઇ ખફી ( ૮ ) અબાર ઉર્ફે કારીયો હુશેનભાઇ સફિયા ( ૯ ) અસલમ હુશેનભાઇ સફિયા ( ૧૦ ) મુસ્તાક હોથીભાઇ ખફી ( ૧૧ ) એઝાજ દાઉદભાઇ સફિયા ( ૧૨ ) સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદભાઇ છરૈયા ( ૧૩ ) એઝાઝ ઉર્ફે ચકલી કદરભાઇ શેખ ( ૧૪ ) અશરફ ઇલ્યાસભાઇ સાયચાદેશ દેવી ન્યુઝ જામનગર O7.જામનગર જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા સિપાઈ ઉપર હુમલાના બનાવ કાઈ નવી વાત નથી રહી અવાર-નવાર જીલ્લા જેલમાં બધળાટીઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે. તેવામાં જામનગર જીલ્લા જેલમા ફરજ બજાવતા ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા જેલ ખાતે યાર્ડ નં .૦૫ અને ૦૬ ઉપર તેની ફરજ પર હોય ત્યારે આરોપી હનીફ રસુલ મકવાણાને યાર્ડ નં . ૪ માથી ૬ મા જતા રોકતા ફરીયાદી ઉશ્કેરાઈ જઈ ધર્મદીપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી ધમાચકડી મચાવી હતી.

જેલ ગાર્ડ દ્વારા યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા તમામ 14 શખ્સો એકસંપ થઇ યાર્ડનો દરવાજો પકડી રાખી બંધ ‘ન’ કરવા બધળાટી બોલાવી હતી જેલની અંદર દેકારો થતા અન્ય સિપાઈ અને જેલર દોડી ગયા હતા જેથી કેદીઓ દ્વારા જેલ ગાર્ડની ફરજ રૂકાવટ કર્યાં અંગેની પોલીસને જાણ કરાઇ હતી આથી પોલીસ કાફલો જિલ્લા જેલ ખાતે દોડી જઈ સમગ્ર હકીક્તનો તાગ મેળવ્યો હતો.આથી પોલીસે ધર્મદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચૌંદ શખ્સો સામે ઇ.પી.કો ૧૮૬ , ૫૦૬ ( ૨ ) ૧૪૩, ૧૧૪ મુજબ ગુનોં દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સીટી-એના Pl મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ PSI એ.એ નોયડા ચલાવી રહ્યા છે.