રીસામણે રહેલી પત્નીના ઘરે બધડાટી પ્રકરણમાં ત્રણ સામે ગુનોં દાખલ
- આરોપી :યશ દિનેશભાઈ સોલાણી, આશિષ રાઠોડ અને નાસોદ બ્લોચ
- ફરીયાદ ”ન” કરવા પરિવારના રાજકીય ધમ-પછાડા છતા કારી ન ફાવી.
- બધડાટીને લઈ યુવતિ ડિપ્રેશનમાં: વર્ણવી પોતાની આપવિતી : ભદ્ર સમાજનો અભદ્ર બનાવ
- પ્રેમલગ્ન કરતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો
.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ એપ્રિલ ૨૩ જામનગર શહેરમાં ગઇકાલથી ચર્ચામાં રહેલ જલાની જાર ભાટની આંબલી વિસ્તારમાં રીસામણે રહેલ પત્નિના ઘરે જઈ બઘડાટી બોલાવવા પ્રકરણમાં અંતે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યાં છે.બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના ભાટની આંબલી વિરતારમાં રહેતી હર્ષા ભરતભાઇ ભઠીજાણી નામની યુવતિએ પટેલ કોલોની અગ્યાર નંબરમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા ડિસેમ્બર મહિનામાં પતિ પત્ની દુબઈ ફરવા ગયા હતા દુબઈમાં સ્થિત હોટલમાં હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે અફેર હોવાની જાણ થતા જેને લઇ દંપતિ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી.
જે વાતને લઈ ગઈકાલ રાત્રે પતિ ધવલ સોલાણીનો ભાઈ યશ દિનેશભાઈ સોલાણી તેના બે મિત્રો આશિષ રાઠોડ અને નાસોદ બ્લોચ સાથે યુવતિના ઘરે જઈ ફિલ્મી સ્ટાઇલથી રોફ જમાવી દેકારો બોલાવ્યો હતો હર્ષાના ભાઈ વિશાલને થપાટોનો માર માર્યો હતો યુવતિના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી અને મનફાવે તેવી બેફામ ગાળો ભાંડી અચાનક દેકારો બોલતા પાડોશી દોડી આવ્યા હતા ધવલનો ભાઈ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને માર જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઈ યુવતિ ભારે ડીપ્રેસનમાં આવી ગઈ હતી.
તેવામાં યુવતિના પરિવાર અને પાડોશીઓએ બધળાટીનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, ગઈકાલે પોલીસે યુવતિની ફરીયાદ પરથી પટેલ કોલોની- ૧૧ નંબરમાં વ્રજ મંગલ એપાર્ટમેન્ટમાં રહેતો યશ દિનેશભાઈ સોલાણી, આશિષ રાઠોડ તથા નાસોદ બ્લોચ નામના શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીઆર કાંબરીયા ચલાવી રહ્યા છે