વડોદરામાં રમાયેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવન બની ચેમ્પિયન

0
1753

વડોદરામાં રમાયેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવન બની ચેમ્પિયન

  • જામનગર જિલ્લાના સાંસદ- કૃષિ મંત્રી ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
  • ભાજપ કાર્યલયે લાઇવ પ્રસારણ: ધારાસભ્ય રીવાબા, શહેર અધ્યક્ષ ડૉ.વિમલ કગથરા, મંત્રી વિજયસિંહ જેઠવા લાઈવ પ્રસારણ નિહાળી રોમાંચિત બન્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ એપ્રિલ ૨૩ વડોદરામાં રમાઈ ગયેલી ઇન્ટર કોર્પોરેશન મેયર કપ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવને 51 રન ની લીડ થી ઝળહળતો વિજય પ્રાપ્ત કરી ચેમ્પિયન બની હતી, અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.

મેયર ઇલેવન ની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ટીમનો હિસ્સો બનેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને ટીમ લીડર મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ વડોદરા ખાતે હાજરી આપી જામનગરના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ફાઇનલ મેચ બાદ ચેમ્પિયન અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને મેડલ સહિતના ઇનામોનું વિતરણ કરવા માટેનો સમારોહ યોજાયો હતો. જેમાં પણ જામનગરના તમામ મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને ચેમ્પિયન ટિમ ના કોર્પોરેટર કેતનભાઇ નાખવા તથા સમગ્ર ટીમને ટ્રોફી એનાયત કરી, મેડલ પહેરાવી, સન્માનિત કર્યા હતા, અને ભવ્ય આતશબાજી સાથે ચેમ્પિયન ટીમને વધાવી લઈ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. જામનગરની મેયર ઇલેવન વિજેતા બનતાં જામનગરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જામનગર શહેર ભાજપના કાર્યાલય પર વડોદરા ની ફાઈનલ મેચ નું લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું હતું, અને શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ની રાહબરી હેઠળ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, તથા વિવિધ મોરચાના અગ્રણી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને મેચનું લાઈવ પ્રસારણ નિહાળી રોમાંચિત બન્યા હતા, અને ખુશી વ્યક્ત કરી હતી. તેમ મીડીયા સેલના ભાર્ગવ ઠાકરે અખબારી યાદીમાં જણાવ્યું હતું