જામનગર જિલ્લાના ઇતિહાસમાં દરિયા કિનારે આવેલા જુદા જુદા ચાર ટાપુઓ ઉપર ધ્વજ વંદન કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭, જાન્યુઆરી ૨૫ ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાગરકાંઠા ઉપર આવેલા પીરોટોન સહિતના અલગ અલગ ૪ ટાપુઓ ઉપર સૌપ્રથમ વખત દેશના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને વહીવટી તંત્ર દ્વારા આન બાન અને શાન થી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.ભારત દેશ ના ૭૬માં પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલ પીરોટન ટાપુ ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ ક.૦૦૮:૪૫ વાગ્યે શ્રી પી બી કરમુર (આર.એફ.ઓ.જામનગર મરીન ફોરેસ્ટ) તથા શ્રી વી.એસ. પોપટ (પો.સ.ઇન્સ., બેડી મરીન પો.સ્ટે., જામનગર) ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત પીરોટન ટાપુ ખાતે ના ધ્વજવંદન બાદ પીરોટન ટાપુની નજીક આવેલ જિંદડા, ચાકડી તથા સેજા ટાપુઓ પર પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, અને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાગર કિનારા ઉપર આવેલા ચારેય ટાપુ પર ઇતિહાસમાં પ્રથમ વખત આન બાન અને શાન થી ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.