જામનગરના ગ્રીન પાર્કમાં રીસામણે ગયેલ પત્નિના પતિને ચાર શખ્સોએ ઢીબી નાખ્યો..
દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગર શહેરના ગ્રીનપાર્ક શેરી નં.૧, બ્લોક નં ૨૨ સુન્ની મુસ્લિમ અજયુકેશનની બાજુમાં રહેતા મોહિન શકીલભાઈ ધાનાણી ઉ.વ.રપ એ ફરીયાદ નોંધાવી છે.તા.૧૪-ર-ર૦રર ના રોજ ફરીયાદી મોહિનની પત્ની છેલ્લા છ માસથી રીસામણે હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ આસીફ અબ્દુલ વહાબ, અરમાન આસીફ વહાબ, મરીયમબેન આસીફ વહાબ, કૌશર મોહીન ધાનાણીએ એકસંપ થઇ મોહીન ના ઘરે આવી ફરીયાદી મોહિનને અહીથી ચાલ્યો જા તેમ કહી મનફાવે તેવી ભુંડી ગાળો કાઢી આરોપી આસીફ અબ્દુલ વહાબ એ ફરીયાદી મોહિનને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી તથા આરોપી અરમાન આસીફ વહાબ, મરીયમબેન આસીફ વહાબ, તથા પત્નિ કૈશર મોહીન ધાનાણી એ ફરીયાદી મોહિનને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટેલા આથી મોહીનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આથી પોલીસે મોહિન શકીલભાઈ ધાનાણીની ફરીયાદ પરથી સાસુ, સસરા અને પત્નિ વિરૂદ્ધ IPC ક્લમ-૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫ – (૧) મુજબ ગુનો નોંધી આરોપીની ઘરપકડના ચક્રો ગતીમાન કર્યાં છે.